સાપુતારા સહિત તળેટી વિસ્તારના ગામોમાં મધ્યરાત્રિએ કમોસમી વરસાદની એન્ટ્રી:
ખેડૂતોની ચિંતા કમોસમી વરસાદે વધારી, પાકને નુકસાનની સંભાવના:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સાપુતારા સહિત તળેટી વિસ્તારના ગામોમાં મધ્યરાત્રિએ કમોસમી વરસાદની એન્ટ્રી:
ખેડૂતોની ચિંતા કમોસમી વરસાદે વધારી, પાકને નુકસાનની સંભાવના:
દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લામાં શુક્રવારે કાળઝાળ ગરમી વચ્ચે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. ત્યાર બાદ આજરોજ મધ્યરાત્રિ દરમિયાન એકાએક એકીસાથે વાદળો ઘેરાઈ આવતા અચાનક અંદાજે ૨ વાગ્યાની મધ્યરાત્રિના અરસામાં વરસાદી કમોસમી હેલીનો આગમન થતાંજ વાતાવરણ તંગ બન્યું હતું. અને કમોસમી વરસાદી છાંટા પડવા લાગ્યા હતા.
આજરોજ મળતી માહિતી મુજબ ગુજરાતનુ એકમાત્ર ગીરીમથક સાપુતારા અને તેની તળેટીના વિસ્તારમાં આવેલા ગામડા માલેગામ, જોગબારી, ગોટીયામાળ, ગુંદિયા, સોનુનિયા, કોટમદર, જાખાના જેવાં ગામોમાં કમોસમી વરસાદના છાંટા અને વીજળીના ચમકારા તેમજ ગડગડાટ જોવા મળ્યો હતો. વાતાવરણમા પલ્ટો આવતા ગર્મીમાથી લોકોને ઘણી રાહત મળી. પરંતુ બીજી બાજુ ખેડૂતનો ખેતરમાં ઊભો પાક અન્ય ઉનાળુ પાકો તેમજ પશુઓનો ઘાસચારોને સંતાડવા માટે રાત્રીના સમયે અંધારામાં ખેડૂતોની દોડધામ મચી જવા પામી હતી. ખેડૂત તાડપત્રી લઈ ખેતરે સંગ્રહ કરેલ પાકને વરસાદથી બચાવવા માટે વ્યસ્ત જોવા મળ્યા હતા. ડાંગ જિલ્લામાં પેઢીઓથી ચાલી આવતી આદરપ્રથાની કામગીરીમાં પણ અસર જોવા મળશે. તેમ ખેડૂતોનુ કહેવું છે અને થોડાક દિવસો પહેલા ખેડૂતે આદર તૈયાર કરવા ચાલુ કરી દીધું હતું. જે વાતાવરણ તંગ બનતાં ઉતાવળ કરશે તેવું લાગી રહ્યું છે. ડાંગ જિલ્લાના ઘણા વિસ્તારોમાં સારો કમોસમી વરસાદના છાંટા પડવાના કારણે જમીન પર પાથરેલો આદર પલાળી નાખવાની હાલ માહિતી ખેડૂતો પાસેથી મળી છે. જેથી આખી રાત્રિ દરમિયાન ખેડૂતો ચિંતામા જાગતા રહ્યા કે, કમોસમી વરસાદ વધુ ન ખાબકે.