આહવા ખાતે SBI ની શાખા દ્વારા વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
આહવા ખાતે SBI ની શાખા દ્વારા વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરાઈ:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આહવા શાખા, દ્વારા તા.૧૭/૦૧/૨૦૨૫ ના રોજે આહવા શાખાની corporete social. Responsibility સી એસ આર યોજના અંતર્ગત બેંકના નફાના (2%) ફંડનું C S R પ્રવૃત્તિ માટે જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને “બેટી બચાવો બેટી પઢાવો” ના સંકલ્પ સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, નવસારી રિજર્નલ ઓફિસ દ્વારા અને આહવા શાખાના સહયોગથી ડાંગ સ્વરાજ આશ્રમ શાળાની જરૂરીયાતમંદ કન્યાઓને ૧૦ સાયકલ વિતરણ કરવામાં આવેલ અને કન્યા છાત્રાલયમાં બાથરૂમ ટોયલેટનું રીનોવેશન કરી આપવામાં આવ્યું છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નવસારી શાખા C.S.R ના H.R. મેનેજર સાહેબે વધુ જણાવતા કહ્યું કે, નવસરી શાખાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા દર વર્ષે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જરૂરિયામંદ વિદ્યાર્થિનીઓને 2% C.S.R. ફંડમાંથી સહાય પેટે સાધનો વિતરણ કરીશું.