South Gujarat

ટુંકા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: તૈયાર પાક ને નુકસાનની સંભાવના:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ

ટુંકા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: તૈયાર પાક ને નુકસાનની સંભાવના:

ડાંગ જિલ્લામાં બે દિવસીય વિરામ બાદ ફરી મેઘરાજાની ગાજ વીજ અને કડાકા ભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી થઈ:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લામાં બે દિવસ વરસાદી વિરામ બાદ ફરી એક વાર મેઘરાજાની વિજળીના કડાકા ભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી થઈ છે. મેઘરાજાની એન્ટ્રીથી ડાંગ જીલ્લાના લોકોને ગર્મી અને બફારાથી હાશકારો અનુભવ્યો અને રાહત મળી છે‌. ભારે વરસાદ પડતાં રસ્તાઓ પર પાણીની રેલમછેલ જોવા મળી હતી. સાપુતારા વઘઈ આંતરરાજ્ય ધોરીમાર્ગ પર અવર જવર કરતા વાહનચાલકોએ હેડ લાઈટ ચાલુ કરવાની નોબત આવી હતી. જયારે ડાંગ જિલ્લામાં ક્યાં છુટોછવાયો વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ પગલે ખેડૂતોના ડાંગર સહિત બીજા પાકોને લણની ના સમયે વરસાદ ની એન્ટ્રી થતાં વધુ નુકશાની થશે તેવી સંભાવનાઓ વધવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button