Political

ચુંટણીની કામગીરી માટે જાહેર રજાના દિવસે કચેરીઓ શરૂ રાખવા માટે કોંગ્રેસ પાર્ટીએ પત્ર લખ્યો:    

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ચુંટણીની કામગીરી માટે જાહેર રજાના દિવસે કચેરીઓ શરૂ રાખવા માટે કોંગ્રેસ પાર્ટીએ પત્ર લખ્યો:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: હાલમાં ડાંગ જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ઉમેદવારને સમય મળી રહે અને તમામ ઉમેદવાર ફોર્મ આરામ થી ભરી શકે એટલે જાહેર રજા ના દિવસે પણ ઓફિસ ચાલુ રાખવા માટે ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીએ રાજય ચૂંટણી આયોગના અધિકારી અને પ્રાંત અધિકારી, આહવા ડાંગ ને પત્ર લખી માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી, વિસર્જન થયેલ ગ્રામ પંચાયતોની મધ્યસત્ર ચૂંટણી, વિભાજનથી નવી અસ્તિત્વમાં આવેલ ગ્રામ પંચાયતોની ચૂંટણી, પંચાયતની ચૂંટણીની કાર્યવાહી અને ઉમેદવારી ફોર્મ ભરવાના ચાલુ હોય પરંતુ તેમાં શૈક્ષણિક પછાત વર્ગ નો દાખલાઓ, ગ્રામ પંચાયત ને લગતા અન્ય ફોર્મ પર તલાટી કમ મંત્રીઓની સહીની જરૂરિયાત હોય અને ચૂંટણી અત્યંત સ્વદનશીલ બાબત હોય તો તમામ તલાટી કમ મંત્રી ગ્રુપ ગ્રામ પંચાયત પોતાના મતવિસ્તાર હોય ત્યાં રજાના દિવસે પણ ચાલુ રાખી ઉમેદવાર અને અન્ય સભ્ય ને જરૂરી ડોક્યુમેન્ટની જરૂર હોય જેથી તેઓ હાલમાં આવતી શનિવાર ની બકરી ઈદ અને રવિવારની જાહેર રજામાં પણ ગ્રામ પંચાયતો પર હાજર રહે તેવી માંગ સાથેનો પત્ર લખવામાં આવ્યો છે. વધુમા ચૂંટણી અધિકારી પણ ઉમેદવારી ફોર્મ આપવા માટે કચેરી પર હાજર રહે જેથી યોગ્ય ઉમેદવારને પૂરતો સમય મળી રહે અને ઉમેદવારી પણ વ્યવસ્થિત રીતે કરી શકે. હવે જોવુ રહ્યુ ઉમેદવારી કરનાર ઉમેદવામોના હિતમાં યોગ્ય આદેશ કરવા આવશે કે, સરકારી બાબુઓને શનિ રવિની‌ રજા આપવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button