Gujarat

ભરૂચ વિધાનસભામાં સમાવિષ્ટ અંકલેશ્વર શહેર અને 18 ગામોની પ્રજા મીઠા પાણીની યોજનાથી થશે તૃપ્ત: દુષ્યંત પટેલ 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ભરૂચ વિધાનસભામાં સમાવિષ્ટ અંકલેશ્વર શહેર અને 18 ગામોની પ્રજા મીઠા પાણીની યોજનાથી થશે તૃપ્ત: દુષ્યંત પટેલ 

– ગડખોલ દઢાલ સુધારણા જૂથ પાણી યોજનાં માટે ₹20 કરોડની મંજૂરીની મહોર
– 153 ભરૂચ વિધાનસભામાં આવતા આ વિસ્તારના હજારો પરિવારોને મળશે શુદ્ધ મીઠું પાણી
ભરૂચ ધારાસભ્ય અને વિધાનસભા ઉપ મુખ્ય દંડક દુષ્યંત પટલેના પ્રયાસોથી 153 ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર શહેરી વિસ્તાર સાથે 18 ગામની પ્રજા માટે ₹20 કરોડના ખર્ચે મીઠા પાણીની યોજના મંજુર થઈ છે.
153 ભરૂચ વિધાનસભા મતવિસ્તારમાં ગુજરાતની ભાજપ સરકાર દ્વારા મીઠા પાણીની ગડખોલ દઢાલ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાની મંજૂરી મળી છે. જેનો અંદાજિત ખર્ચ 20 કરોડ રૂપિયા થશે. જેમાં પાણીની ટાંકી, આંતરિક પાઇપલાઇન, ભૂગર્ભ સંપ, પંપ હાઉસ વિગેરે નિર્માણ પામશે. 
આ યોજનામાં ભરૂચ વિધાનસભા મત વિસ્તારના છાપરા, કાંસિયા, સામોર, નોગામા, માંડવાબુજર્ગ, અમરતપુરા, મોતાલી, દઢાલ, ઉછાલી, કરારવેલ, અવાદર, પારડીમોખા, જીતાલી, પીપરોદ, સેંગપુર, ગડખોલ, અંદાળા અને સારંગપુર જેવા ગ્રામ્ય અને શહેરી સહિત કુલ 18 ગામોને શુદ્ધ મીઠું પાણી પહોંચશે.
આ મંજૂરી બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલનો વિસ્તારના નાગરિકો વતી હૃદયપૂર્વક ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય દુષ્યંત પટેલે આભાર વ્યક્ત કર્યો છે. ભરૂચ વિધાનસભા મતવિસ્તારમાં પ્રજાની દરેક પ્રાથમિક સહિતની જરુરીયાતો અને સુવિધા માટે હર હમેશ તત્પર રહેતા ધારાસભ્યો પ્રત્યે ગ્રામજનો આભારની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button