Education

સોનુનિયા પ્રાથમિક શાળામાં પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટરે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો, તસવીરમાં દ્રશ્યો ચિત્રો થયા અમર

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

સોનુનિયા પ્રાથમિક શાળામાં પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટરે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો, તસવીરમાં દ્રશ્યો ચિત્રો થયા અમર

પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ગતરોજ ડાંગ જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી, ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી બીલીઆંબાની પ્રાથમિક શાળામાંથી શાળા પ્રવેશોત્સવ કરાવ્યા હોવાની સાથે જ જિલ્લાની તમામ શાળાઓમાં પ્રવેશોત્સવની શરૂઆત જિલ્લાના સ્થાનિક નેતાઓ અને અધિકારીઓએ કરી દીધી છે.

જેમાં આજરોજ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ સોનુનિયા ગામે જિલ્લાના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટરે નાના નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ દફતર આપીને કરાવ્યો હતો.

પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર એસ.કે. મોવલિયાએ પ્રસંગોચિત વ્યક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના 21માં શાળા પ્રવેશત્સવના કાર્યક્રમના અંતરે દેશ શિક્ષણની દિશામાં ઉત્તરોતર પ્રગતિ કરી રહ્યો છે. તેમજ તેમણે વધુ જણાવતા કહ્યું હતું કે, હું શહેરની કોઈ મોટી શાળામાં અભ્યાસ કર્યો અને અધિકારી બન્યો નથી. મેં પણ તમારી જેમ નાની ગામડાની શાળામાં અભ્યાસ કર્યો છે. અને એક અધિકારી બન્યો છું અને સમાજ માટે સારૂં ઉદાહરણ પૂરું પાડ્યું છે. તમે પણ સારો અભ્યાસ કરો એક અધિકારી બનો અને સમાજમાં સારું ઉદાહરણ પૂરું પાડો તેવી મારી શુભકામના અને શુભેચ્છા છે.

ગામના નિવૃત કર્મચારી સાથે પૂર્વ સરપંચ શોભનાબેન પવારે પણ નાના ભૂલકાઓને કીટ આપીને શાળામાં સારો અભ્યાસ કરો અને જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરો તેવી શુભકામનાઓ આપી હતી.

કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, આંગણવાડી વર્કર, ગામના પોલીસ પટેલ શિલ્યાભાઈ બી. ગાયકવાડ, ગામની પૂર્વ સરપંચ શોભનાબેન પવાર, ગામના નિવૃત્ત કર્મચારીઓ તથા ગામના વડીલો-આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર અને કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ અગ્રણીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. તમામ ગ્રામજનોને વૃક્ષારોપણ કરવા માટે પ્રાંત અધિકારીએ અપીલ કરી હતી જેથી પર્યાવરણને લગતી સમસ્યાઓ નિવારી શકાય.

મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલ બોર્ડર પરનું સોનુનિયા ગામમાં શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોમાં જિલ્લાના પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટરે હાજરી આપતા તમામ ગામજનોએ તેમનો આભાર માન્યો હતો અને ખુશી વ્યક્ત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button