મુખ્યમંત્રીશ્રી નાં અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે કલેક્ટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓની સંયુક્ત બેઠક:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબપોર્ટલ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે કલેક્ટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓની સંયુક્ત બેઠક મળી હતી.
ગાંધીનગર ખાતે કલેક્ટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓની સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા તૈયાર કરાયેલ “થર્ડ વેવ પ્રિપેર્ડનેસ પ્લાન ફોર કોવિડ-19”નું વિમોચન કરવામાં આવ્યું હતું.
જિલ્લાતંત્રના વડા તરીકે તમારા પરફોર્મન્સ-ડિલીવરીઝના આધાર ઉપર પ્રજા માનસમાં ગુડ ગર્વનન્સની સરકારની છબિ-પરસેપ્શન બને છે. પ્રજા કલ્યાણ-જનસેવાના ઇશ્વરીય કાર્ય માટે સેવારત થવાની મળેલી તકને સંવેદનશીલતા-પેન્ડીંગ કામો પૂરા કરવા-માથે લઇને કામ કરવા-ઝિરો ટોલરન્સ અગેઇન્સ્ટ કરપ્શનના અભિગમથી પાર પાડીએ. આજના વૈશ્વિક યુગની-ચેલેન્જમાં જનહિત કામોમાં પરિશ્રમની પરાકાષ્ટા સર્જી યુવા પેઢીની અપેક્ષાએ ખરા ઉતરીએ. પ્રધાનમંત્રીશ્રીએ આપેલા ‘‘ગુડ ગર્વનન્સ’’ના ગુજરાત મોડેલથી વિકાસની થયેલી પૂરપાટ ગતિને વધુ વેગવંતી બનાવવાની તક કેરિયરની શરૂઆતના તબક્કે તમને મળી છે. પારદર્શિતા-સંવેદનશીલતા-નિર્ણાયકતા-પ્રગતિશીલતાના ચાર સ્થંભ ઉપર સરકારની યોજનાઓ કાર્યાન્વિત છે તેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડીએ. ઇરાદાપૂર્વકની ભૂલ-મેલાફાઇડ મિસ્ટેક્સ ચલાવી લેવાશે નહીં.