વઘઈ કૃષિ તાલીમ ભવન ખાતે “પ્રાકૃતિક કૃષિ સખી”ની તાલીમ યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
વઘઈ કૃષિ તાલીમ ભવન ખાતે “પ્રાકૃતિક કૃષિ સખી”ની તાલીમ યોજાઈ:
દિનકર બંગાળ, વઘઈ : ડાંગ જિલ્લાના વઘઈ ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ ના માર્ગદર્શન હેઠળ ગુજરાત લાઈવ લીહુડ પ્રમોશન કંપની લિ. ગાંધીનગર માં સમાવિષ્ઠ મિશન મંગલમ દ્વારા કૃષિ તાલીમ ભવન વધઈ ખાતે સખી મંડળોની બહેનોને પ્રાકૃતિક કૃષિ સખીની તાલીમ આપવાના આશયથી પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વધઈ તાલુકામાં સમાવિષ્ટ ગામોની સ્વ સહાય જૂથોની સખી ઓને આત્મા પ્રોજેક્ટ આહવા ડાંગ જિલ્લાનાં જિલ્લા સંયોજક મહેશભાઇ કાહડોળિયા અને તાલુકા સંયોજક સંજયભાઈ ચોધરી તથા મિનેશભાઈ ના માર્ગદર્શન હેઠળ પાંચ દિવસમાં ૩૦ બહેનોને તાલીમ આપવામાં આવી હતી.
વધુમાં પ્રકૃતિ કૃષિની તાલીમમાં જીવામૃત, ધનજીવા અમૃત, બીજ અમૃત, મિશ્ર પાક, જંતુનાશક અર્ક, વિશે સખી બહેનોને વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.