Health

જનરલ હોસ્પિટલ ખાતે વડાપ્રધાન જન્મદિવસ તેમજ જનઔષધિ કેન્દ્રનાં વર્ષગાંઠની ઉજવણી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે વડાપ્રધાન જન્મદિવસ તેમજ જનઔષધિ કેન્દ્રનાં વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી 

તાપી: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૪માં જન્મદિવસ નિમિતે આજે વ્યારા જનરલ (સિવિલ) હોસ્પિટલ ખાતે  કાર્યરત રેડ ક્રોસ દ્વારા સંચાલિત જનઔષધિ કેન્દ્રના એક વર્ષ પૂર્ણ થવાના અવસર પર વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે આવેલ જનઔષધી કેન્દ્રમાં ઉજવણી કરવામાં આવી હતી.  આજના કાર્યક્રમ માં વ્યારા   મતવિસ્તાર ૧૭૧ના ધારાસભ્ય મોહનભાઈ  કોંકણી, ભાજપા મહામંત્રી રાકેશભાઈ શાહ , ડો.નીલેશ ચૌધરી સહીત અન્ય આગેવાનો  તથા વ્યારા જિલ્લા નગરપાલિકાના પ્રમુખ, જનરલ હોસ્પિટલ વ્યારાના આરએમઓ તથા રેડ ક્રોસ દ્વારા સંચાલિત જનઔષધિ કેન્દ્રના રિજનલ મેનેજર નીરજ ચૌહાણ સહીત એમના સ્ટાફ દીશાલી ગામીત, ગાર્ગી ગામીત અને જયશ્રી ગામીત દ્વારા કેક કાપીને પ્રધાનમંત્રી તેમજ જનઔષધિ કેન્દ્રના વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. વધુમાં ધારાસભ્યએ લોકોને જન ઔષધિ કેન્દ્રમાંથી રાહત ભાવે દવા ખરીદી કરવા અપીલ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button