South Gujarat
સાપુતારા -માલેગામ ઘાટ માર્ગમાં સાયકલ સવાર સંરક્ષણ દિવાલ કુદી ઊંડી ખીણમાં પટકાયો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાપુતારા -માલેગામ ઘાટ માર્ગમાં સાયકલ સવાર સંરક્ષણ દિવાલ કુદી ઊંડી ખીણમાં પટકાયો
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: મળતી માહિતી મુજબ સાપુતારા ઘાટ માર્ગમાં સાયકલ સવાર અશોકભાઈ હિરાલાલ પટેલ ( ઉ.૫૫ રહે. મરોલી નવસારી) હાલમાં ૧૫ દિવસથી રહે. નવાગામ-સાપુતારા જેવો સાયકલિંગ ટ્રેકીગ કરે છે.
સાપુતારા ઘાટ માર્ગમાં ઉતરતી વેળાએ વળાંકમાં સાયકલ પરથી કાબુ ગુમાવતા સંરક્ષણ દિવાલને અથડાઇને ૩૦ ફુટ ઉંડી ખીણમાં પટકાયો હતો. જયારે રવિવારે ભારે ભીડ હોવાથી પ્રવાસીઓ મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પી.એસ.આઇ એન.ઝેડ ભોયાને જાણ થતા તેઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઇ સાયકલ સવાર ઇજાગ્રસ્ત મુસાફરને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સાપુતારા પી.એસ.સી ખાતે ખસેડવામાં આવ્યો હતો.