South Gujarat

તાપી જીલ્લાની દરેક સરકારી હોસ્પિટલ આધુનિક અને સુસજ્જ બનાવવા અભિયાન જરુરી: રોમેલ સુતરિયા

તાપી જીલ્લાની એકમાત્ર સરકારી જનરલ હોસ્પિટલ વ્યારાના ખાનગીકરણનો મુદ્દો ફરી એકવાર લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

તાપી જીલ્લાની દરેક સરકારી હોસ્પિટલ આધુનિક અને સુસજ્જ બનાવવા અભિયાન જરુરી: રોમેલ સુતરિયા

તાપી જીલ્લાની એકમાત્ર સરકારી જનરલ હોસ્પિટલ વ્યારાના ખાનગીકરણનો મુદ્દો ફરી એકવાર લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું

ગ્રામીણ ટુડે, તાપી: વ્યારા સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ અટકાવવા સંદર્ભે આદિવાસી સમાજમાં આક્રોશની સ્થિતિ સર્જાઈ હતી. આ સંદર્ભે આજરોજ વિડિયો સંદેશ મારફતે યુવા કર્મશીલ અને એક અવાજ અને એક મોર્ચાના અધ્યક્ષ રોમેલ સુતરિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જે વિડિયોમાં જણાવ્યા મુજબ માત્ર હોસ્પિટલ ખાનગીના કરવી તે વિકલ્પ કે માંગણીના હોય શકે તેમ જણાવી સુચન કર્યુ છે કે તાપી જીલ્લામાં આવેલ દરેક સરકારી હોસ્પિટલોને આધુનિક અને સુસજ્જ બનાવવા જીલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં નાગરિકોની એક સમિતિ બને જે દરેક હોસ્પિટલોનું મોનિટરિંગ કરી જીલ્લાના કોઈપણ નાગરિકને આરોગ્ય વિષયક સારવાર માટે તકલીફ ના પડે તેમ સરકારી હોસ્પિટલોને મજબુત બનાવવા સરકારે ગ્રાંટ ફાળવવી જોઈએ. સાથે જ જે પણ આગેવાનો આ બાબતે આગળ વધવા માંગતા હોય તેમની પડખે ઉભા રહી તેમને સામાજીક સંગઠનો દ્ધારા સમર્થન રહેશે તેમ પણ રોમેલ સુતરિયાએ જણાવ્યું હતું.

વિડિયોની શરુઆતમાં રોમેલ જણાવે છે કે જીલ્લામાં વ્યારા હોસ્પિટલના આંદોલનનું શું થયું કેમ થયું આ બાબતે બોલવાનું ખુબ જ સુચક રીતે ટાળ્યું હતું. પરંતુ એક વાત ચોક્કસ છે કે હોસ્પિટલના ખાનગીકરણની વિપરિત જીલ્લાની સરકારી હોસ્પિટલોને મજબુત બનાવવા ખરેખર પ્રશાશન અને નાગરિકોના સમન્વય સાથે સમિતિની રચના કરી એક મોનટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવે તો જીલ્લામાં ઉચ્છલથી સોનગઢ અને સોનગઢથી વ્યારા અને પાછું વ્યારાથી સુરત રિફર કરી હેરાન થતા દર્દીઓ અને તેમના પરિજનોની મુશ્કેલીઓનો અંત આવી શકે. પરંતુ જોવાનું તે છે કે ખરેખર જીલ્લાના નાગરિકોની પડતી તકલીફો માટે વ્યારા તો ઠીક અન્ય હોસ્પિટલોની મજબૂતી માટે કોઈ આગેવાન જવાબદારી ઉપાડશે કે પછી માત્ર ખાનગીકરણના નામે રેલી ધરણા અને ઉર્જા વેડફી છતાં સમગ્ર મામલો શું થાળે પડી જશે?

વ્યારા સરકારી હોસ્પિટલનાં આંદોલન બાદ હોસ્પિટલ ખાનગી થઈ ગઈ છે કે કેમ અને તેનુ ખાનગીકરણ થતાં રોકવામાં આવ્યુ છે કે કેમ? તેનાથી પણ જીલ્લાના નાગરિકો આજદીન સુધી અજાણ છે. ત્યારે રોમેલ સુતરિયાએ વિડિયો સંદેશ આપ્યો હતો ત્યારે સમગ્ર વિષયને એક નવી દિશા મળે તો નવાઈ નહીં. હવે જોવાનું તે રહે છે કે આવનાર દિવસોમાં જીલ્લાની તમામ હોસ્પિટલોને આધુનિક અને સુસજ્જ બનાવવા કોણ આગેવાની ઉપાડે છે. તે તો આવનારો સમય જ બતાવી આપશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button