Sports

દિલ્હી ખાતે યોજાયેલી કરાટે ટુર્નામેન્ટમાં સ્પોર્ટ્સ કરાટે એશોસિએશન ડાંગના બે યુવાન ઝળક્યા    

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

દિલ્હી ખાતે યોજાયેલી કરાટે ટુર્નામેન્ટમાં સ્પોર્ટ્સ કરાટે એશોસિએશન ડાંગના બે યુવાન ઝળક્યા  
 
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: દેશની રાજધાની દિલ્હી ખાતે યોજાયેલી કરાટે ઈન્ડિયા ઓર્ગેનાઈઝન ફેડરેશન કપ ટુર્નામેન્ટ 2024 માં ડાંગ જિલ્લાના બે આદિવાસી યુવા રમતવીરોએ સમગ્ર ડાંગ જિલ્લા અને સમગ્ર રાજ્યનું નામ ભારતભરમાં રોશન કર્યું છે. દિલ્હી ખાતે યોજાયેલી કરાટેની સ્પર્ધામાં  દેશના અલગ-અલગ રાજ્યોના ખુણે ખુણેથી કરાટે રમતના રમતવીરોએ  બહોળા પ્રમાણમાં ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજ્યમાંથી પણ મોટી સંખ્યામાં રમતવીરોએ ભાગ લીધો હતો. કરાટેની સ્પર્ધામાં ડાંગ જિલ્લાના બે આદિવાસી યુવા રમતવીરોએ પણ ભાગ લીધો હતો. (૧) ગૌરાંગકુમાર ભિવસન‌‌ ‌(બ્રોન્ઝ મેડલ) (૨) વૈભવભાઈ માહલા (બ્રોન્ઝ મેડલ) જેમાં બન્ને યુવા રમતવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર ડાંગ જિલ્લો અને રાજ્યનુ નામ દેશમાં રોશન કર્યું છે.
 
સ્પોર્ટ્સ કરાટે એશોસિએશન ડાંગ દ્વારા આદિવાસી વિસ્તારમાં કરાટે રમતના નગીનાઓ શોધી કોચિંગ આપી આજે ડાંગ જિલ્લાનો ડંકો ભારતભરમાં વગાડ્યો છે. અને જિલ્લાનું નામ રોશન કર્યું છે‌. કરાટે એશોસિએશનએ એક મોટી સફળતા મેળવી છે. મળેલી સિદ્ધી બાબતે સમગ્ર સ્પોર્ટ કરાટે એશોસિએશન ડાંગ જિલ્લાના કર્મચારીઓ અને માર્ગદર્શન આપનાર હરહંમેશ ડગલે ને પગલે પ્રોત્સાહન પુરું પાડનાર વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ધારાસભ્ય ડાંગ ‌શ્રી વિજયભાઈ પટેલ તેમજ ગુજરાત કરાટે ટુર્નામેન્ટ ફેડરેશનના પ્રમુખ ‌શ્રી કલ્પેશભાઈ મકવાણા સાહેબને સફળતાં મેળવનાર યુવા રમતવીરોએ તમામ શ્રેય આપ્યો છે.  
 
સ્પોર્ટ્સ કરાટે એશોસિએશન, ડાંગ. જે  જિલ્લાની એક માત્ર સ્પોર્ટ્સની માન્યતા પ્રાપ્ત કરાટેની સંસ્થા છે. જેનાં થકી બાળકો પોતાનું ઉજ્જવળ ભવિષ્ય ચિતરી રહ્યા છે. ઉત્તમ  ઉદાહરણ તરીકે આ બે ખેલાડીઓએ સાબિત કરી બતાવ્યું છે. ડાંગ જિલ્લાના તથા સમગ્ર રાજ્ય દેશમાંથી પણ સારૂં કોચિંગની જરૂર હોય માર્ગદર્શનની જરૂર હોય તો સ્પોર્ટ કરાટે એશોસિએશન ડાંગ જિલ્લાની મુલાકાત લેવા તમામ ખેલાડીઓ કરાટેની રમતમાં રૂચી રાખનારાને ભાવભર્યુ આમંત્રણ સ્પોર્ટ્સ કરાટે એશોસિએશન, ડાંગ દ્વારા આપવામાં આવેલ છે.સતત પ્રેક્ટિસ કરાવનાર સિનિયર કોચ ‌‌શ્રી વિજયભાઈ રાઉત થકી આજે ડાંગ જિલ્લામાં કરાટેને એક નવી દિશા મળી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button