South Gujarat

માર્ગ અને મકાન વિભાગ-૨(ગ્રામ્ય) હેઠળના ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે રિપેરિંગ કાર્ય શરૂ કરાયું

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ

માર્ગ અને મકાન વિભાગ-૨(ગ્રામ્ય) હેઠળના ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે રિપેરિંગ કાર્ય શરૂ કરાયું

મરામત કરવા પાત્ર માંડવી, કામરેજ તેમજ ઓલપાડ તાલુકામાં ૨૬.૫૩ કિ.મી લંબાઈના રસ્તા પર મેટલ પેચથી મરામત કામગીરી પૂર્ણ

ફતેહ બેલીમ, સુરત: હાલમાં દે માર વરસી રહેલા વરસાદ ને લઇ ચાલુ ચોમાસા દરમ્યાન ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગ અને મકાન વિભાગ ૨(ગ્રામ્ય) હેઠળના રસ્તાઓનું યુધ્ધના ધોરણે રિપેરિંગ કાર્ય શરૂ કરાયું છે. માર્ગ અને મકાન વિભાગ-૨ (ગ્રામ્ય) હેઠળ ૮૨૫.૫૧ કિમી લંબાઈ ના કુલ ૭૦ રસ્તાઓ છે. જે પૈકી ૪૩૭.૦૭ કિ.મી. લંબાઈ ગેરંટી પિરિયડ હેઠળ છે. અને ૩૮૮.૪૪ કિ.મી. લંબાઈના રસ્તા વિભાગ હેઠળ છે. તે પૈકી માંડવી, કામરેજ તેમજ ઓલપાડ તાલુકામાં મરામત કરવા પાત્ર ૨૬.૫૩ કિ.મી. લંબાઈના રસ્તા પર મેટલ પેચથી મરામત કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તથા ડામર પેચ કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button