ગંગપુર ખાતે શ્રીયમ. એમ. પી. કાપડિયા વિદ્યામંદિર શાળાના ધોરણ 8,10 અને 12 નાં વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ગંગપુર ખાતે શ્રીયમ. એમ. પી. કાપડિયા વિદ્યામંદિર શાળાના ધોરણ 8,10 અને 12 નાં વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો:
કમલેશ ગાંવિત, વાંસદા : તા. 06 ફેબ્રુઆરી આજરોજ ભારત સેવાશ્રમ સંઘ ગંગપૂર સંચાલીત શ્રીયમ. એમ. પી. કાપડિયા વિદ્યામંદિર ગંગપુર શાળાના ધોરણ- 8 તેમજ ધોરણ- 10 અને 12 નાં વિદ્યાર્થીઑનો શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ ની શરૂઆત શાળાની બાળકીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલો મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વિધાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે ચીખલી તાલુકાના સારવણી હાઈસ્કૂલના આચાર્ય શ્રી કલ્પેશભાઈ આહીર ઉપસ્થીત રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યુ હતુ અને પરીક્ષામાં સફળતા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે વનાચલ હાઈસ્કુલ ઘોડમાળ શાળાના આચાર્યશ્રી રમેશ ભગરીઆ સાહેબ પણ ઉપસ્થીત રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરી વધુ માર્ગ દર્શન આપ્યું હતુ.
આ પ્રસંગે સંસ્થાના સ્વામીશ્રી વિશ્વારૂપાનંદજી મહારાજ એ પણ બાળકોને આશિર્વચન પાઠવ્યા હતા. શાળામાં ચાલતો કોમ્પ્યુટર પ્રોજેક્ટ પુર્ણ થતાં પ્રોજેકટ શીક્ષક શ્રી વિમલભાઈ તેમજ શુગુનાંબેન ને શુભેચ્છા આપી તેઓ જીવન માં આગળ વધી પ્રગતી કરે તેવી શુભ કામનાઓ પાઠવી હતી અને સ્મૃતિ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. સંસ્થાના શ્રી સુરેશ થોરાટ તેમજ શાળાના આચાર્ય શ્રી મણીલાલ પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય હિમ્મત ચૌહાણ તેમજ સંસ્થાના શાળાના ડાયરેકટરશ્રી કિશોરભાઈ પટેલ, સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ભાવેશ પટેલ, હોસ્ટેલ નાં ગૃહપતી રાજુભાઈ, આનંદભાઈ ઉપસ્થીત રહ્યા હતા. કાર્યક્રમને અંતે દરેક વિદ્યાર્થીઓને શાળા દ્વારા પરીક્ષા માટે ઉપયોગી બોલપેન આપવામાં આવી હતી તેમજ શાળામાં થતાં સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લીધેલ તમામ બાળકોને સ્ટીલની થાળી નો સેટ તેમજ વર્ષ દરમ્યાન થતાં હરીફાઈ માં વિજેતા થયેલ તમામને સંસ્થા દ્વારા સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.