ડાંગમાં પશુપાલન ખાતાની યોજનાનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલને ૨.૦ ખુલ્લું મુકાયું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગમાં પશુપાલન ખાતાની યોજનાનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલને ૨.૦ ખુલ્લું મુકાયું:
દિનકર બંગાળ, વઘઈ: પશુપાલન વિભાગ તરફથી પશુપાલન ખાતાની ચાલુ યોજનાઓ હેઠળ ડાંગ જિલ્લાના ખેડૂતો માટે નવીન ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજી કરી મહત્તમ લાભ લઈ શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા પશુપાલકોને અનુરોધ કરવામાં આવે છે.
ડાંગ જિલ્લાના પશુપાલકોને વર્ષ ૨૦૨૫-૨૬ માટે પશુપાલન ખાતાની ચાલુ યોજનાઓ હેઠળ ડાંગ જિલ્લાના પશુપાલકો માટે નવીન આઈ-ખેડ઼ત પોર્ટલ ૨.૦ પર અરજી કરી મહત્તમ લાભ લઈ શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા પશુપાલન ખાતાની સહાયક યોજનાઓનો લાભ લેવા પશુપાલકોને તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી નવીન આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. પશુપાલકોને યોજનાનો સહાય લેવા માટે નવીન આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ પશુપાલકો અરજી કરી શકશે.
વધુમાં અરજીમાં જણાવ્યા મુજબના સાધનિક કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ પશુપાલકોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઈમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો સાથે દિન-૭ માં ડાંગ જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રીની કચેરી આહવા-ડાંગ ખાતે જમા કરાવાની રહેશે.
તેમજ વધુ માહિતી માટે આપના તાલુકાના પશુચિકિત્સા અધિકારીશ્રી (પશુદવાખાના – આહવા મો. ૯૭૨૪૯૮૬૬૦૪ પશુદવાખાના – વઘઈ મો. ૯૭૨૬૮૫૦૨૪૮, પશુદવાખાના – સુબીર મો. ૮૨૦૦૮૫૫૯૮૮) તથા નાયબ પશુપાલન નિયામકશ્રી આહવા-ડાંગ મો. ૯૪૨૭૩૮૩૮૬૧ ઉપર સંપર્ક સાધવો તેમજ યોજનાની વધુ માહિતી માટે આઈ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in વેબ સાઈટ પર જોવા નાયબ પશુપાલન નિયામકશ્રીની કચેરી આહવા ડાંગ જિલ્લા પંચાયતની એક અખબારી યાદીમાં જણાવાયું છે.