ડાંગ જિલ્લા સંકલન સમિતિ બેઠક યોજાઈ
જિલ્લામાં ડાંગ દરબાર તથા ચૂંટણીલક્ષી કામગીરી માટે સંપૂર્ણ રીતે સજ્જ રહેવા કલેકટરશ્રીનું તંત્રને આહવાન

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24X7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લા સંકલન સમિતિ બેઠક યોજાઈ
જિલ્લામાં ડાંગ દરબાર તથા ચૂંટણીલક્ષી કામગીરી માટે સંપૂર્ણ રીતે સજ્જ રહેવા કલેકટરશ્રીનું તંત્રને આહવાન
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: આગામી તા. ૨૦ થી ૨૪ માર્ચ ૨૦૨૪ દરમિયાન આહવા ખાતે યોજાનાર ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવાના હેતુસર, સૌને પરસ્પર સહકાર અને સંકલન સાથે કામગીરી હાથ ધરવાની સુચના, ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે આપી છે.
જિલ્લા સંકલન-વ–ફરિયાદ સમિતિ સાથે યોજાયેલી શ્રેણીબદ્ધ બેઠકોનો દૌર સંભાળતા કલેકટરશ્રીએ લોકસભાની સામાન્ય ચુંટણી સંદર્ભે હાથ ધરવાની કામગીરી માટે પણ, સૌને સજ્જ થવાની હિમાયત કરી હતી.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓ ઉપરાંત જિલ્લાની કાયદો અને વ્યવસ્થા, ધાર્મિક દબાણો, રોડ સેફટી કમિટી સહિતની શ્રેણીબધ્ધ બેઠકોમાં કલેકટરશ્રીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠકનું સંચાલન કરતા નિવાસી અધિક કલેકટર શ્રી બી.બી.ચૌધરીએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.