Crime

ઓ…!હો..! હો.! આહવા ખાતે સરકારી અનાજની ચોરી અટકાવવા માટે લગાવેલ CCTV કેમેરાની જ ચોરી થઈ ગય બોલો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ઓ…!હો..! હો.! આહવા ખાતે સરકારી અનાજની ચોરી અટકાવવા માટે લગાવેલ CCTV કેમેરાની જ ચોરી થઈ ગય બોલો:

સરકારી અનાજ ગોડાઉનની બહાર ગોઠવેલ એક લાખથી વધુની કિંમતના બુલેટ કેમેરા ચોરાયા:

દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાનુ મુખ્ય મથક આહવા ખાતે નવી જિલ્લા પંચાયત પાસેના સરકારી અનાજ ગોડાઉનની બહાર લગાવેલા સાત બુલેટ કેમેરાઓની ચોરી થઈ ગયાની ઘટના બનવા પામી છે. ઉલ્લેખનીય છે કે, આહવા ખાતે નવી બનતી જિલ્લા પંચાયતની બાજુમા સરકારી અનાજનો ગોડાઉન આવેલ છે. અનાજની ચોરી ન થાય તેનાં માટે બહાર લગાવેલા સાત બુલેટ કેમેરાની જ ચોરી થવા પામી છે. ચોરીનો બનાવ અટકાવવા માટે CCTV કેમેરા લગાવવામાં આવેલ હતા જે કેમેરાઓનીજ ચોરી થતાં હાલ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

મળતી વિગતો મુજબ, ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલ સરકારી અનાજ‌ ગોડાઉનમા ગોડાઉન ઇન્ચાર્જ તરીકે નોકરી કરતો રિતેશભાઈ સગીરદાસ ગામિત ( રહે. વ્યારા, તા.વ્યારા, જિ.તાપી) ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ સરકારી ગોડાઉનમાં સરકારી અનાજનુ વિતરણ કરવાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તા. ૨૭/૦૫/૨૦૨૫ ના રોજ રાબેતા મુજબ તેઓ પોણા દસ વાગ્યેની આસપાસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આહવા ખાતે આવેલી શાખાની બાજુમાં આવેલ સરકારી અનાજના ગોડાઉને નોકરીના સ્થળે હાજર થયા હતા. મધ્યાહન ભોજન યોજનાનો જથ્થો લેવા માટે નવી જિલ્લા પંચાયતની બાજુમા આવેલ સરકારી અનાજનો ગોડાઉન ખાતે તેમની સાથે મુજરો અને ડ્રાઇવર GJ-15-AT-5494 ની ગાડી લયને સામાન ભરવા માટે ગયા હતા. તે વેળાએ ગોડાઉનની બહારના ભાગે ગોઠવેલ કેમેરાઓ ન જોવા મળ્યા હતા. જે સંદર્ભે તેઓએ નાયબ જિલ્લા મેનેજરને કેમેરા ચોરી થયા અંગેની હકિકત જણાવી હતી.

તા.૦૪/૦૫/૨૦૨૪ ના રોજે ગોડાઉનના બહાર દિવાલ પર કેમેરા ગોઠાવેલા હતા. તે સમયે વિજ કનેક્શન ન હોવાથી કેમેરા બંધ હતા. તારીખ ૨૧/૦૫/૨૦૨૫ ના રોજે આશરે ૩:૩૦ વાગ્યાની સુમારે દિવાલ પર કેમેરા જોવા મળ્યા હતા. પરંતુ તારીખ ૨૭/૦૫/૨૦૨૫ ના રોજે રિતેશભાઈ નોકરી પર આવી ગોડાઉનની સાઈડની દિવાલ પર જોતા ૭ કેમેરા જોવા ન મળ્યા હતા. એક બુલેટ કેમેરાની કિમત રૂપિયા ૧૬,૭૫૦ એમ કુલ ૭ કેમેરાની કિમત ૧,૧૭,૨૫૦ રૂપિયાની ચોરી કોઈ ઇસમે તા.૨૧/૦૫/૨૦૨૫ ના ૩:૩૦ વાગ્યાથી તા.૨૭/૦૫/૨૦૨૫ ના સમયે ૧૧:૩૦ વાગ્યા સુધીમાં ચોરી કરી હશે તે અનુમાને સમગ્ર મામલે આહવા પોલિસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્દ ચોરીની ફરિયાદ નોધાઈ છે. પોલિસ સબ ઈન્સપેક્ટર બી.એન.ચૌધરીએ બી.એન.એસ. અધિનિયમ હેઠળની કલમ- ૩૦૩(૨) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button