વલસાડ-ડાંગના યુવા સાંસદશ્રી ધવલભાઈ પટેલની લોકસભાના દંડક તરીકે નિમણૂક કરાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
વલસાડ-ડાંગના યુવા સાંસદશ્રી ધવલભાઈ પટેલની લોકસભાના દંડક તરીકે નિમણૂક કરાઇ:
નવિદિલ્હી: દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારમાં વલસાડ-ડાંગના યુવા અને ઉત્સાહી સાંસદ શ્રી ધવલભાઈ પટેલની દંડક તરીકે નિમણૂક કરાતા વલસાડ ડાંગ જિલ્લામાં ગૌરવ અને આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
ભારતીય જનતા પાર્ટી સંસદીય દળ દ્વારા તારીખ ૨૯મી જુલાઈના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં લોકસભા ના મુખ્ય દંડક અને દંડકો ની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં વલસાડ-ડાંગ લોકસભા મતવિસ્તારના યુવા, ઉત્સાહી અને શિક્ષિત સાંસદ શ્રી ધવલભાઈ પટેલની દંડક તરીકે નિમણૂક કરવામાં આવતા વલસાડ-ડાંગ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ગૌરવ અને આનંદની લાગણી છવાઈ જવા પામી છે.