સાપુતારા ખાતે શ્રી વૈભવ લક્ષ્મી પેટ્રોલિયમ પર ગેસ લીકેજ અંગેની મોકડ્રીલ યોજાઈ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાપુતારા ખાતે શ્રી વૈભવ લક્ષ્મી પેટ્રોલિયમ પર ગેસ લીકેજ અંગેની મોકડ્રીલ યોજાઈ
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ગુજરાત રાજ્યમાં અવાર-નવાર બનતી આગની ઘટનાઓને ધ્યાને લઇ ગત તા.૧૧/૬/૨૦૨૪ ના રોજ, ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે શ્રી વૈભવ લક્ષ્મી પેટ્રોલિયમમાં ગેસ લીકેજ અંગેની ઘટનાનું મોકડ્રીલ યોજાય હતું.
ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાની કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને ગેસ લીકેજ અંગેની મોકડ્રીલ એન.ડી.એમ.એ.ની ગાઇડ લાઇન મુજબ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી યોજાઈ હતી.
ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ મોકડ્રીલમાં નોટીફાઇડ એરીયા કચેરીના ચીફ ઓફિસર શ્રી મેહુલ ભરવાડ, ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસર શ્રી ચિંતન પટેલ, નાયબ મામલતદાર શ્રી જીગર પટેલ ડિઝાસ્ટર તેમજ ફાયર વિભાગ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, ૧૦૮ તેમજ અન્ય લાઇન ડિપાર્ટમેન્ટનાં અધિકારી તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોકડ્રીલ દરમ્યાન ગેસ લીકેજ થતા પેટ્રોલપં પ ખાતેના ફરજ પરના સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવવા, તથા આગથી ઘવાયેલ વ્યક્તિને રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર આપાઇ હતી. તેમજ ૧૦૮ મારફત નજીકની હોસ્પિટલ ખાતે રીફર કરવા અંગેની વિગતવાર માહિતીથી સમજુત કરવામાં આવ્યા.
મોકડ્રીલ બાદ તમામ લાઇન ડીપાર્ટમેન્ટના હાજર તમામ કર્મચારીઓને તથા પેટ્રોલ પંપ ખાતેના હાજર કર્મચારીઓને ફાયર સેફ્ટી વિશે, તેમજ આગની પરિસ્થિતિને પહોંચી વળવા માટે શુ કરવુ તથા શુ ન કરવુ, તે અંગે વિસ્તૃત માહિતી ડીસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસર શ્રી ચિંતન પટેલ દ્વારા આપવામાં આવી હતી.