Crime

રૂમકીતળાવ પી.એમ.શ્રી આદર્શ પ્રાથમિક શાળામાં થયેલ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી નિઝર પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

રૂમકીતળાવ પી.એમ.શ્રી આદર્શ પ્રાથમિક શાળામાં થયેલ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી નિઝર પોલીસ:

ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી : સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી નાઓના માર્ગદર્શન મુજબ તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબ તથા ના.પો.અધિક્ષકશ્રી આઇ.એન.પરમાર નિઝર વિભાગ, નિઝર નાઓએ મીલકત સબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે અનુસંધાને નિઝર પો.સ્ટે.ના “A” પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૭૨૪૦૮૪૪/૨૦૨૪, BNS કલમ ૩૦૫ (ઇ), ૩૧૭(૨), ૩૩૧(૪), ૫૪ મુજબનો ગુનો ગઇ તા. ૧૭/૧૦/૨૦૨૪ ના ક.૧૪/૩૦ થી તા.૧૯/૧૦/૨૦૨૪ ના ક.૦૭/૩૦ વાગ્યા દરમ્યાન મોજે, પી.એમ.શ્રી આદર્શ પ્રાથમીક શાળા રૂમકીતળાવના કોમ્પ્યુટર રૂમમાંથી લેપટોપ ચોરીનો બનાવ બનેલ હોય જે ગુના સબંધે પો.ઈ.શ્રી વી.કે.પટેલ નાઓએ ખાનગી બાતમી મળેલ કે, રૂમકીતળાવ શાળામાં ચોરાયેલ લેપટોપ લઇ બે ઇસમો ઉચ્છલ તરફથી નિઝર તરફ આવે છે, જેથી પો.ઇ.શ્રી વી.કે.પટેલ તથા અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા રૂમકીતળાવ ખાતે ખાનગી વોચ ગોઠવી આ અજાણ્યા બન્ને ઇસમોને પકડી પુછપરછ કરતા પોતાની પાસે રહેલ લેપટોપ પી.એમ.શ્રી આદર્શ પ્રાથમીક શાળા રૂમકીતલાવ માંથી ચોરી કરેલ હોવાનું કબુલ કરેલ હોય જેથી આ બન્ને ઇસમો (૧) અશ્વિનભાઇ બટેસિંગભાઇ વસાવા ઉ.વ.૨૫ રહે, તાપીખડકલા ડુંગર ફળિયું, તા.નિઝર જી.તાપી તથા (૨) મનેશભાઇ આનંદભાઇ વળવી ઉ.વ. ૨૦ રહે, તાપીખડકલા મંદિર ફળિયું, તા નિઝર જી.તાપી નાઓને અટક કરી ઉપરોક્ત ગુનામાં ચોરાયેલ (૧) એસેર કંપનીના લેપટોપ નંગ – ૦૨ જેની કિમંત રૂ. ૩૫,૦૦૦/- (૨) ૦૨ લેપટોપ વેચવા પેટે રોકડા – ૧૦,૦૦૦/- (૩) મોબાઇલ નંગ ૦૨ જેની કિમંત રૂ. ૫૫૦૦/- એમ મળી કુલ રૂ. ૫૦,૫૦૦/- મુદ્દામાલ કબ્જે કરેલ છે, તેમજ સદર હું ચોરી કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલ ૦૪ બાળકોને ડીટેન કરવામાં આવનાર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button