સાપુતારા ‘મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪’ના આયોજન અર્થે ડાંગ જિલ્લા કલેકટર શ્રી બી.બી. ચૌધરીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈઃ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાપુતારા ‘મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪’ના આયોજન અર્થે ડાંગ જિલ્લા કલેકટર શ્રી બી.બી. ચૌધરીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈઃ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાપુતારા ખાતે અગામી તા.૨૯ જુલાઈએ ‘મોન્સૂન ફેસ્ટિવલ’નો ઉદ્ઘાટન સમારંભ યોજાશે
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથે સાથે, સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા.૨૯ જુલાઈના રોજ ‘મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪’નો ઉદ્ઘાટન સમારંભ યોજાનાર છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમના સુચારૂ આયોજન તેમજ કામગીરી સંદર્ભે, ડાંગ જિલ્લા વહિવટી તંત્રના વડા એવા કલેકટર શ્રી બી.બી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે એક મહત્વની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં પોલીસ વિભાગ સહિત વાહન વ્યવહાર, માર્ગ અને મકાન વિભાગ, વીજ, શિક્ષણ, આરોગ્ય, માહિતી અને પ્રસારણ, તેમજ વન વિભાગ જેવા સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓને, સંબંધિત કાર્યક્રમની આનુષાંગિક કામગીરીથી અવગત કરાવાયા હતા.
દરમિયાન પરસ્પર સંકલન અને સહયોગ સાથે કામગીરી પાર પાડવા, કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીએ સુચનો કર્યા હતા. બેઠકની કાર્યવાહી સંભાળતા પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયાએ પૂરક વિગતો રજૂ કરી હતી.
આ બેઠકમાં દક્ષિણ વન વિભાગના મદદનીશ વન સંરક્ષક શ્રી સુરેશ મીણા, આરોગ્ય અધિકારીશ્રી ડો.હિંમાશું ગામિત, કાર્યપાલક ઇજનેર શ્રી એમ.આર.પટેલ સહિતના અધિકારીશ્રીઓ, તેમજ ગુજરાત ટુરીઝમના અધિકારીશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.