એકલવ્ય વિદ્યાલય થવા ખાતે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
એકલવ્ય વિદ્યાલય થવા ખાતે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન
સર્જન વસાવા, નેત્રંગ: આવનાર તારીખ 16/ 02/ 2025ને રવિવારના રોજ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર દ્વારા નેત્રંગના થવા ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા થવા ખાતે મીની હોસ્પિટલ ઊભી કરવામાં આવશે જેમાં તમામ પ્રકારના 15 અનેક વિભાગના તજજ્ઞ ડોકટર મિત્રો હાજર રહેશે. તમામ દર્દીઓની મફત ચેકઅપ, નિદાન , સારવાર કરી દવાઓ આપવામાં આવશે. બ્લડ પ્રેશર, સુગર તપાસ, એક્સ રે વગેરે પણ અહીં જ લેવામાં આવશે. જે દર્દીઓ અહીં નોંધાશે અને ઓપરેશનની જરૂર હશે તો એમનું ઓપરેશન પણ મફત કરવામાં આવશે. આવનાર તમામ દર્દીઓ માટે ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેથી વધુમાં વધુ લોકો આ કેમ્પનો લાભ લે એવી વિનંતી એક અખબારી યાદીમાં જણાવ્યું છે.