પ્રાથમિક શાળા મૌઝામાં ઇકો ક્લબ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પ્રાથમિક શાળા મૌઝામાં ઇકો ક્લબ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ:
સર્જન વસાવા, નર્મદા: નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા મૌઝામાં ઇકો ક્લબ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પ્રાકૃતિક સંશાધનોના ન્યાયિક ઉપયોગ, સ્થિરતા તથા સંરક્ષણ માટે જાગૃતિ કેળવવી અને પર્યાવરણ પ્રેમ વધારવો. વિધાર્થીઓમાં પર્યાવરણલક્ષી વ્યવહારને પ્રોત્સાહિત કરવા તથા પર્યાવરણને લગતી અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટમાં ભાગ લે અને તેવી પ્રવૃત્તિઓ કરે તે માટે સક્ષમ બનાવવા. બાળકો ભવિષ્યના પડકારો સામે લડી શકે તથા નકારાત્મક લાગણીઓ જેવીકે તણાવ, શરમ અને ડરનો સામનો કરી શકે તે માટે જીવન કૌશલ્ય, આત્મસન્માન, આત્મગૌરવ અને આત્મવિશ્વાસ તથા અનુકૂલન વિકસાવવું તેમજ બાળકો શિક્ષણની સાથે પર્યાવરણની જાણકારી મેળવે અને પર્યાવરણની જાળવણી કરે તેની સાથે બાળકોને મધ્યાહન ભોજન માં તાજુ અને ઓર્ગેનિક શાકભાજી મળે તે છે. અંતર્ગત શાળામાં વૃક્ષારોપણ વૃક્ષ ઉછેર સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવી કુદરતી સંસાધનો બચાવવાની પ્રવૃત્તિઓ પર્યાવરણને લગતા જુદા જુદા દિવસોની ઉજવણી જેમકે ઓઝોન દિવસ, જન્મ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ, જળ દિવસ, હેન્ડ વોશ દિવસ, પોષણ માસ તેમજ પર્યાવરણને લગતી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
ઇકો ક્લબ અંતર્ગત શાળાના કમ્પાઉન્ડમાં વિવિધ શાકભાજી રોપવામાં આવે છે. જેમાં રીંગણ, ટામેટા, મરચા, દૂધી, તુરીયા, તુવેર કોઈપણ જાતના રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવે છે. જેના ફળ સ્વરૂપે બાળકો માટે આ શાકભાજીનો મધ્યાન ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે.
આમ આમ યુદ્ધ અને ઇકો ક્લબ દ્વારા શાળામાં શિક્ષણની સાથે સાથે બાળકોને સર્વાંગી રીતે તૈયાર કરવામાં આવે છે ઇકો ક્લબની પ્રવૃત્તિ માટે શાળાના શિક્ષક શ્રી દિવ્યેશભાઈ એ ડાયટ ભરૂચ પરથી માર્ગદર્શન મેળવ્યું છે અને શાળાને પર્યાવરણ ઉપયોગી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.