ગુંદિયા ગામનો કોઝવે પરથી તણાયેલ યુવાનની ચોથા દિવસે લાશ મળી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
ગુંદિયા ગામનો કોઝવે પરથી તણાયેલ યુવાનની ચોથા દિવસે લાશ મળી:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો હતો. તેવામા ડાંગ જિલ્લાના આહવા તાલુકાનાં ગુંદિયા ગામનો યુવાન નામે એલ્યાભાઈ ગુલાબભાઈ ધૂળે બરમ્યાવડ અને ગુંદિયા ગામને જોડતો કોઝવે પરથી તા. ૨૫/૦૮/૨૦૨૪ ના રોજ સાંજે અંદાજે ૪ વાગ્યાની આસપાસના સમયે પોતાના ઘરે ગુંદિયા ગામે જતાં કોઝવે પરથી તણાઈ ગયો હતો. યુવાન તણાઈ ગયો હોવાનું પરિવારને જાણ થતાં પરિવારે ઘણી શોધખોળ કરી હતી છતાં યુવાન ન મળતાં પરિવારની ચિંતાઓ પણ વધવા પામી હતી.
મળતી માહિતી મુજબ પુરમાં તણાયેલ યુવાનનાં બે નાના સંતાનોમાં એક પુત્ર અને એક પુત્રી છે. ભારેથી અતિભારે વરસાદી માહોલમાં યુવાન તણાયો હોવાનું જાણવા મળ્યું હતું. વરસાદી માહોલ ધીમો પડતાં આજરોજ તણાયેલ યુવાનની લાશ ચોથા દિવસે મારોગદહાડ પાસે ચેકડેમને અટકેલી સ્થિતિમાં સવારના પોરમાં જોવા મળી હતી. પોલીસે લાશનો કબજો મેળવીને આગળની બનતી તમામ કાર્યવાહી હાથ ધરી છે.