આહવા તાલુકાના જાખાનાથી કોટમદર જતાં મુખ્ય માર્ગ પર નાળાનાં કામગીરીમાં નકરી વેઠ ઊતારી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
આહવા તાલુકાના જાખાનાથી કોટમદર જતાં મુખ્ય માર્ગ પર નાળાનાં કામગીરીમાં નકરી વેઠ ઊતારી
પ્રદીપ ગાંગુર્ડે,સાપુતારા: ડાંગ જિલ્લામાં સરકારી ગ્રાન્ટોની જાણે લૂટફાટની હરીફાઇ ચાલી રહી હોય તેમ લાગે છે. લોકોની સુવિધા અને સુરક્ષા માટે કરવામાં આવતાં કામોમાં ઈજાદારો અને અધિકારીઓ ભેગા મળીને કાગળ પર કામ દર્શાવી કામમાં વેઠ ઊતારી ભાગ વહેંચી લેતા હોય તેવું ચિત્ર ખંડિત થયું છે.
આહવા તાલુકાના જાખાના ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વિસ્તારમા જાખાનાથી કોટમદર જતાં મુખ્ય માર્ગ પર નાળાનાં અનુસાર કામગીરીને ભ્રષ્ટાચારના ભોરીંગે આભડી લીધી છે. અને ભ્રષ્ટાચારનો કાંટાળો થોર ઉગી નીકળેલો એમ લાગી રહ્યું છે.
જાખાના ગૃપ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીએ કામગીરીમાં માસ કોંક્રિટથી કામગીરી કરવાની એસ્ટીમેન્ટ છે. મુખ્ય માર્ગ પર નાળાનાં કામગીરીમાં પથ્થર પાળાની જેમ પથ્થરો હૂંસીઠૂંસીને ભરી દેવાયા છે. સાથે રેતી પણ કોતરમાંથી લાવીને માટીયુક્ત નદીનાં ભાઠા સામાનનું મટીરીયલ વાપરી કામમાં વેઠ ઊતારી છે. આ વિસ્તારના લોકોની માંગ છે કે, કામગીરીની જિલ્લા વિકાસ અધિકારી કે જીલ્લા કલેકટર જેવાં ઊચ્ચ અધિકારી તળિયા ઝાટક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે અને જવાબદાર કર્મચારી તથા ઈજારદાર સામે યોગ્ય કાર્યવાહી કરે.