ચિંચલી ગામની યુવતીને પરિવાર સાથે મિલન કરાવતી અભ્યમ-181 મહિલા હેલ્પલાઇન ટિમ ડાંગ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
ચીંચલી ડાંગ જીલ્લાની યુવતીને પરિવાર સાથે મિલન કરાવતી અભ્યમ 181 મહિલા હેલ્પલાઇન ટિમ ડાંગ:
બારડોલી પલસાણા હાઈવે ઉપર એક યુવતી કેટલાક દિવસો થી ફર્યા કરે છે, તેમને મદદરૂપ બનવા એક ત્રાહિત વ્યક્તિ એ 181મહિલા હેલ્પલાઇન મા કોલ કરતા બારડોલી પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતી સાથે વાતચીત કરતા એવું લાગ્યું કે તે ભૂલી પડેલ છે, અને ઘરે કેવી રીતે જવુ તે નક્કી કરી શકતી ના હતી જેથી અભયમ ટીમે તેને સહીસલામત પરિવાર સાથે પહોંચાડવા તેની સાથે આત્મીયતા થી વાતચીત કરતા જાણી શકાયું કે તે ડાંગ જિલ્લા ના ચીંચલી પાસે ના ગામની છે અને તેના પિતાનું નામ શિવાજી છે જેથી અભયમ ટીમે આહવા પોલીસ સ્ટેશન ની મદદ થી ચીંચલી ગામ મા સદર યુવતી નો ફોટો મોકલેલ જેથી સરપંચે ગામમા તપાસ કરતા ગામ ની યુવતીની ઓળખ થયેલ હતી, પરિવાર ને જાણ કરતા તેઓ આહવા યુવતી ને લેવા માટે આવેલ.
બારડોલી અભયમ ટીમે યુવતી ને નવસારી ટિમ ના માધ્યમ દ્વારા આહવા અભયમ ટિમ ને સોંપેલ જેઓ એ યુવતી ને લઇ આહવા તેમના પરિવાર ને સોંપેલ આમ અભયમ ટિમ ના પ્રયત્નો થી ભૂલી પડેલ યુવતી ને તેના પરિવાર ને સોંપતા પરિવારે અભયમ ટિમ નો ખુબ આભાર માન્યો હતો.