Gujarat

યુવતીને પરિવાર સાથે મિલન કરાવતી અભ્યમ-181 મહિલા હેલ્પલાઇનની ટીમ ડાંગ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

ઘરે થી ચાલ્યાં ગયેલ પદમડુંગરી, તાપીની યુવતીને પરિવાર સાથે મિલન કરાવતી અભ્યમ-181 મહિલા હેલ્પલાઇન ટીમ ડાંગ:
તળાવની પાસે ,જલારામ ગેરેજ ની સામે એક યુવતી બે ત્રણ કલાક થી ફર્યા કરે છે તેમને મદદરૂપ બનવા એક ત્રાહિત વ્યક્તિ એ અભ્યમ- 181 મહિલા હેલ્પલાઇન મા કોલ કરતા અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈને  યુવતી સાથે વાતચીત કરતા એવું લાગ્યું કે તે ભૂલી પડેલ છે અને ઘરે કેવી રીતે જવુ તે નક્કી કરી શકતી ના હતી જેથી અભયમ ટીમે તેને સહી સલામત પરિવાર સાથે પહોંચાડવા તેની સાથે આત્મીયતા થી વાતચીત કરતા જાણી શકાયું કે તેઓ  પદમડુંગળી, તાપી  ગામની રહેવાસી છે અને તેના પિતા નું નામ રામલાલ પટેલ છે, મળી આવેલ યુવતી નું નામ સુરેખા બેન છે જેથી અભયમ ટીમે  વ્યારા લોકેશન ની મદદ થી સુરેખા બેન નો ફોટો વ્યારા લોકેશન ને મોકલતા માલૂમ પડ્યું કે આ બેન વારે વારે ઘરે થી ભાગી જાય છે જેથી વ્યારા લોકેશન એ તેઓ ના પરિવાર ને જાણ કરી યુવતી ને સહી સલામત  ડાંગ અભયમ ટીમે યુવતી ને વ્યારા ટીમ ના માધ્યમ દ્વારા વ્યારા અભયમ ટિમ ને સોંપેલ જેઓ એ યુવતી ને પદમડુંગરી તેમના પરિવાર ને સોંપેલ આમ અભયમ ટીમ ના પ્રયત્નો થી ભૂલી પડેલ યુવતી ને તેના પરિવાર ને સોંપતા પરિવારે અભયમ ટિમ નો ખુબ આભાર માન્યો હતો. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button