Religious

ડાંગનાં વોટ્સએપ ગ્રુપમાં મુસ્લિમ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરાતા તંત્ર પાસે કાર્યવાહીની માંગ કરાઈ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગનાં વોટ્સએપ ગ્રુપમાં મુસ્લિમ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરાતા તંત્ર પાસે કાર્યવાહીની માંગ કરાઈ

દિનકર બંગાળ, વઘઈ : ડાંગ જિલ્લાના એક વોટસએપ ગ્રુપમાં મુસ્લિમ સમાજના પવિત્ર રોઝા વિશે અભદ્ર ટિપ્પણીનો મેસેજ વાઈરલ કરવામાં આવ્યો હતો. જેને લઈને ડાંગ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર તથા જિલ્લા પોલીસ અધિક્ષકને સંબોધિ આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ડાંગ જિલ્લાના “ડાંગ વિકાસ વિચાર મંચ” નામથી ચાલતા વોટસએપ ગ્રુપમાં મુસ્લિમ સમાજના મહમદ પૈયગમ્બર વિશે તથા પવિત્ર કુરાન તથા પવિત્ર રોઝા વિશે અભદ્ર ટિપ્પણી તથા મેસેજ ગ્રૂપના સભ્ય ભગવાનભાઈ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. આ પોસ્ટ ટાઈપ કરી તથા ઈમેજ સ્વરૂપમાં પોસ્ટ કરવામાં આવેલી છે જે માહિતી તદ્દન ખોટી છે અને માત્ર ને માત્ર મુસ્લિમ સમાજના પૈયગમ્બરને તથા પવિત્ર કુરાનને અને પવિત્ર રોઝાને બદનામ કરવાના ઈરાદે વોટસએપમાં પોસ્ટ કરવામાં આવેલ છે. એવા આક્ષેપો ડાંગ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અભદ્ર ટીપ્પણીને કારણે મુસ્લિમ સમાજની આસ્થાને ખુબજ પ્રમાણમાં ઠેસ પહોંચેલી છે અને લાગણી દુભાવેલી છે. અને આનાથી અશાંતિ ફેલાઈ તેમ છે. ત્યારે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લાના મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર તથા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button