Political

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર માટે કાલે આહવા ખાતે આવશે 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર માટે કાલે આહવા ખાતે આવશે 

પ્રદીપ ગાંગુર્ડે,સાપુતારા: દેશના લોકશાહીનો ઉત્સવમાં ૨૬-વલસાડ લોકસભાની સીટ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ એડીચોટીનો જોર લગાવી દીધો છે. ત્યારે બંને પાર્ટીઓ દ્વારા વલસાડ લોકસભાની સીટ ઉપર સ્ટાર પ્રચારક મેદાને ઉતર્યા છે. તેવામાં ઈન્ડિયા ગઠબંધને સ્ટાર પ્રચારક તરીકે પ્રિયંકા ગાંધી પણ મતદારોને રિઝાવવા માટે આવી ચુક્યા છે. તેવી જ રીતે ભારતીય જનતા પાર્ટી પણ પાછળ રહેવા માંગતી નથી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કાલે ૨૬-વલસાડ લોકસભાની સીટ પર મતદારોને રીઝવવા માટે ચુંટણી મેદાને પોતાના પાર્ટી માટે દમખમ બતાવવા અને મતદારોને રીઝવવા માટે આહવા ખાતે ઝંઝાવાતો ચુંટણી પ્રચાર માટે આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીના ઈતિહાસમાં ૨૬-વલસાડ લોકસભાની સીટ જીતવા ખૂબજ અગત્યની છે. જે ૨૬-વલસાડ લોકસભાની સીટ પર વિજયી ઝંડો લહેરાવવા માટે સફળતા મેળવે છે તેની જ પાર્ટીની સરકાર દિલ્હી ખાતે બનતી જોવા મળે છે. જેથી બંને પાર્ટીઓ અલગ અલગ રીતે મતદારોને રીઝવા માટે ચુંટણીના મેદાનમાં દમખમ બતાવવા લાગી ગયા છે. તેવામાં કાલે ગુજરાતનાં મુખ્યમંત્રી આહવા ખાતે મતદારોનું મન કેટલું જીતવા માટે સક્ષમતા મેળવે તે આવનાર સમયમાં જાણવાનું મળશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button