Dang

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા દ્વારા જાગૃતિ ઝુંબેશ રેલી તેમજ ફિલ્મ નિદર્શન કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા દ્વારા જાગૃતિ ઝુંબેશ રેલી તેમજ ફિલ્મ નિદર્શન કાર્યક્રમ યોજાયો:

દિનકર બંગાળ, વઘઈ:  ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગુજરાત રાજ્ય સંલગ્ન સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા તથા જેન્ડર રિસોર્ટ સેન્ટર અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે તારીખ ૦૭ ફેબ્રુઆરીના રોજ સમાજમાંથી જાતિગત અસમાનતા દૂર થાય તેમજ પોષણ અંગે જાગૃતિ આવે તે હેતુ માટે જાગૃતિ ઝુંબેશ રેલી તેમજ ફિલ્મ નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન સવારે ૧૦:૩૦ કલાકે કોલેજના કેમ્પસ થી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં જેન્ડર ઈક્વાલિટી તેમજ પોષણ અંગેના વિવિધ બેનર, સૂત્રો સાથે વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી.

આ રેલી કોલેજ કેમ્પસ થી લઈ, સિવિલ હોસ્પિટલ આહવા-સાપુતારા રોડ-નવાપુર રોડ થઈ ગીતાંજલિ સ્કૂલ થી પસાર થઇ, ન્યુ વિઝન સ્કૂલ સુધી ગઈ હતી. અહિં સ્કૂલમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓને જાતિગત ભેદભાવ અંગે જાગૃતતા ફેલાવવા ‘મુસ્કાન ‘ એનિમેશન શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. તેમજ શાળાના વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી.

સાથે જ સાયબર બુલીંગ અંગે જાગૃતતા લાવવા માટે સતર્કતા ફિલ્મ વિડિયો ક્લિપ બતાવવામાં આવી હતી. આ રેલીમાં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button