રોઝઘાટ ગામમાં ભર ઉનાળે પાણી માટે ખેતરોમાં વલખાં મારતી મહિલાઓ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
રોઝઘાટ ગામમાં ભર ઉનાળે પાણી માટે ખેતરોમાં વલખાં મારતી મહિલાઓ:
ગામમાં આવેલા હેન્ડપંપ ને બોરમાં પાણીના સ્તર નીચે જતા મોટા ભાગના નકામા બન્યા:
લાખોના ખર્ચે બનાવેલ નલ સે જલ યોજના ફારસરૂપ, નળ શોભાના ગાંઠિયા!!!
સર્જન વસાવા, નર્મદા: ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે,ત્યારે ડેડીયાપાડા તાલુકાના કેટલાક ગામોમાં ઠેર ઠેર પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. બોર તેમજ કુવાઓમાં પાણીના સ્તરો નીચે જતાં કેટલાક ગામોમાં પીવાના પાણી માટે મહિલાઓને વલખાં મારવાનો સમય આવ્યો છે. જેમાં રોઝઘાટ ગામના લોકોને વહીવટીતંત્રની બેદરકારીના કારણે લોકોને પીવાના પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. ડેડીયાપાડા તાલુકાના રોઝઘાટ ગામના લોકો ભરઉનાળે પાણીની ભારે અછત જોવા મળી છે. જે દ્વારા વહીવટ તંત્રની ઘોર બેદરકારીના સામે આવી છે.
રોઝઘાટ ગામની મહિલાઓને બે બેડા પાણી માટે બે થી ત્રણ કિમી દૂર પોતાના ખેતરોમાં આવેલા કુવાઓમાં પાણી લેવા માટે જવું પડે છે. ગામમાં હેન્ડપંપ તેમજ બોર આવેલા છે પણ મોટા ભાગના હેન્ડપંપ પાણી સુકાઈ ગયા છે અને બોર માં પણ પાણીના સ્તરો નીચે ગયા છે. ઘણીવાર મહિલાઓ બોર પર પાણી ભરવા ગઈ હોય ત્યારે બોરમાં પાણી ખૂટી જાય ત્યારે પાણી સંગ્રહ થાય બાદ ફરી પાણી ભરવા જાય છે. માંડ માંડ ચાલતા એકાદ બોર માં પાણી ભરવામાં માટે કલાકો લાગી જતાં હોય છે . ટૂંકમાં લાખોની ગ્રાન્ટથી બનાવેલ ગામની નલ સે જલ યોજના ફારસરૂપ બની છે. નલ નાખેલા છે પરંતુ ઘેર ઘેર પાણી મળતું નથી. ત્યારે ગ્રામજનોને ક્યારે પાણી મળશે તે આવનારો સમય જ બતાવશે.