South Gujarat

વાંસદા તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી ઉત્સવ અને શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

વાંસદા તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી ઉત્સવ અને શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો:

કમલેશ ગાંવિત, વાંસદા: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વાંસદા તાલુકા દ્વારા આજે વિજયા દશમી ઉત્સવ નિમિત્તે શસ્ત્ર પૂજન અને પથ સંચલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંઘના સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત પથ સંચલનથી કરવામાં આવી હતી. સંઘના ઘોષ સાથે પૂર્ણ ગણવેશમાં સજ્જ સ્વયંસેવકોએ પ્રતાપ હાઈસ્કૂલથી પથ સંચલન શરૂ કર્યું હતું, જે નગરના માર્ગો પરથી પસાર થઈ પુનઃ પ્રતાપ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થયું હતું.

ત્યારબાદ કાર્યક્રમના બીજા ભાગમાં સંઘના વક્તા શ્રી સંજય મોરે અને કાર્યવાહક શ્રી ભાવેશ પટેલ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગીત, અમૃતવચન સહિતના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શ્રી સંજય મોરેએ પોતાના વક્તવ્યમાં વિજયા દશમી ઉત્સવની મહત્તા અને શસ્ત્ર પૂજનના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ સ્વયંસેવકોએ પણ શસ્ત્ર પૂજન કર્યું હતું.

કાર્યક્રમના અંતે સૌએ નાસ્તો કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉત્સવમાં વાંસદા તાલુકાના સંઘના નવા-જૂના સ્વયંસેવકો તથા વિવિધ મંડળોના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌના સાથ-સહકાર અને સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button