South Gujarat

કોરવી ગામે બાળ સંસ્કાર કેન્દ્રોનાં બાળકો માટે બાળ મેળો યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

કોરવી ગામે બાળ સંસ્કાર કેન્દ્રોનાં બાળકો માટે બાળ મેળો યોજાયો:

યુનિસેફ નાં બાળ મેળો ની થીમ “બાળકો આપણું ભવિષ્ય અને આપણી જવાબદારી,” આધારિત કરાયું સમગ્ર આયોજન:

સર્જન વસાવા, નર્મદા: રક્ષા ફાઉન્ડેશન નાં સહયોગ થી અને પોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બાળ સંસ્કાર કેન્દ્રો નાં બાળકો માટે કોરવી ગામે બાળ મેળો યોજવા માં આવ્યો હતો.

છેલ્લાં 4 વર્ષથી રક્ષા ફાઉન્ડેશન નાં સહયોગ થી પોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા ડેડીયાપાડા તાલુકાના 10 ગામો કોરવી, બોગજ, કોલીવાડા, સાકવા, સોરાપાડા, ચિકદા , જરગામ, ફુલસર, ખટામ , અને કુંડીઆંબા ગામે બાળ સંસ્કાર કેન્દ્રો ચલાવવામાં આવે છે, જેમાં 350 થી વધારે બાળકો જીવન મૂલ્યનાં કલાસો અને ગુણવતા સભર શિક્ષણ મેળવી રહ્યા છે, દર વર્ષે આ બાળકો પોતાની પ્રતિભા દર્શાવી શકે તે માટે બાળ મેળાનુ આયોજન કરવામાં આવે છે, આ વર્ષે કોરવી ગામે બાળ મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં આં વર્ષનાં યુનિસેફ નાં બાળ મેળો ની થીમ “બાળકો આપણું ભવિષ્ય અને આપણી જવાબદારી,” આધારિત આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બાળકો દ્વારા સુંદર રીતે પ્રાર્થના ડાન્સ, ગીતો, આદિવાસી નૃત્ય, રજુ કરવામાં આવ્યાં, બાળ મિત્ર પ્રીતિબેન દ્ધારા વાર્ષિક અહેવાલ રજુ કરવામાં આવ્યો શિક્ષણ દ્વાર શાંતિ એ થીમ આધારિત ૧૦ જેટલી રમતો જ્યોથીભાઈ ની ટીમ દ્વારા બાળકો ને રમાડવામાં આવી હતી.

આ પ્રસંગે ડેડીયાપાડા નાં પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી રામસીંગભાઈ વસાવા, રક્ષા ફાઉન્ડેશન નાં અજિતભાઈ દોશી, અમેરિકા થી આવેલ હિમાંશુભાઈ અને અલકાબેન ઉપસ્થિત રહ્યાં હતાં, અને બધા બાળકોને સુંદર ભોજનનો પીરસવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનોનાં હસ્તે દરેક બાળકોને સ્કુલબેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button