Education

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષા માટે રાજ્ય અને જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબરો જાહેર કરાયા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષા માટે રાજ્ય અને જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબરો જાહેર કરાયા:

વ્યારા-તાપી: આગામી તા.૨૮/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ દરમિયાન લેવાનર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત માદયમિક અને ઉચ્ચતર માદયમિક શિક્ષણ બોર્ડ દ્વારા નીચે દર્શાવેલ ‘ફ્રી’ ફેલ્પલાઇન નંબર, દર્શાવેલ તારીખ અને સમય સુધી કાર્યરત કરવામાં આવ્યા છે.

જે મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, બોર્ડ ગાંધીનગર ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર-૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ તા.૧૪/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨, સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૩૦ કલાક સુધી તેમજ તાપી જિલ્લા કક્ષાના કાઉન્સેલિંગ (પરીક્ષાર્થીઓ/વાલીઓ/શાળાઓને જરૂરી માર્ગદર્શન આપવા માટે) સંપર્ક નંબર (૦૨૬૨૬) ૨૨૧૬૨૪, તા.૧૪/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨, સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૧૦ કલાક સુધી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષા માટે રાજ્ય અને જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબરો જાહેર કરાયા: જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતે કાર્યરત છે. એમ, જિલ્લા શિક્ષણાધિકારી, તાપીની અખબારી યાદીમા જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button