Dang

ડાંગ જિલ્લા ARTO કચેરી દ્વારા પહાડી વિસ્તારમાં વાહન ચલાવવા અંગેની માર્ગદર્શિકા જારી કરાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લા ARTO કચેરી દ્વારા પહાડી વિસ્તારમાં વાહન ચલાવવા અંગેની માર્ગદર્શિકા જારી કરાઈ:

દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાની ARTO કચેરી દ્વારા પહાડી વિસ્તારમાં વાહન ચલાવવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

ડાંગ જિલ્લામા વિશિષ્ટ ભૌગોલીક પરિસ્થિતીના આ કારણે વાંકા-ચુકાં પહાડી રસ્તાઓ આવેલા છે. જે માટે વાહન ચાલકો ચોકસાઈ અને સાવધાની સાથે વાહન ચલાવે તે જરૂરી છે.

પહાડો ઉપર વાહન ચલાવવું મુશ્કેલ હોય છે, અને તે અનુભવી વાહનચાલકો દ્વારા જ થવું જોઈએ. જટીલ ભૌગોલીક સ્થિતિને લીધે તે મેદાન પર વાહન ચલાવવા કરતાં, અલગ હોય છે. માર્ગો પહાડમાં અલગ રીતે ડિઝાઈન કરેલા હોય છે. સંખ્યાબંધ વળાંકોને લીધે વાહનચાલકની દ્રષ્ટિ મર્યાદીત હોય છે, અને વાહનચાલકે વાહનને વધુ પડતું વાળવું પડતું હોવાને લીધે, વધુ થાકે છે. પહાડો ઉપર વાહન ચલાવવાનું હોય ત્યારે નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ.

– જો તમે અનુભવી વાહનચાલક ન હોવ તો, પહાડી માર્ગો    પર વાહન ચલાવશો નહીં.

– હંમેશા ઝડપની મર્યાદા અનુસરો અને વળાંક પર ઝડપ      ઘટાડો.

– હંમેશાં સાવધ રહો અને ધ્યાન વિચલિત કરે એવા કાર       સ્ટીરીઓ વગેરેને ટાળો.

– હંમેશાં પહાડ ઉપર જતા ટ્રાફિકને માર્ગ આપીને તેમને         પ્રાધાન્ય આપો.

– આલ્કોહોલ પીધા પછી ક્યારેય પહાડ પર વાહન              ચલાવશો નહી.

– વળાંકો અને પુલો પર ઓવરટેક કરશો નહીં

– વાહનને ઓવરલોડ કરશો નહીં.

– વળાંકો અને હેરપિન બેન્ડ્સ પર ક્લચ પેડલ્સનો              ઉપયોગ કરવાનું ટાળો.

– પહાડથી ઉતરતી વખતે વાહનને ન્યુટ્રલ પર ચલાવશો નહીં,

– હંમેશાં વળાંક પર હોર્ન વગાડો.

– પહાડની સફર શરૂ કરો તે પહેલા હંમેશાં વાહનની તપાસ કરો, ખાસ કરીને બ્રેક્સ અને ટાયર્સની.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button