Dang

આદિવાસી પારંપરિક વાજીંત્ર પાવરી પર યુવા પેઢી ગરબે રમી આનંદ માણ્યો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગમાં નિંબારપાડા ગામ ગરબા રસીકોની બની પહેલી પસંદ, હજારો ખેલૈયા ગરબે ઘૂમવા દુર દુરના ગામોથી આકર્ષાયા:

આદિવાસી પારંપરિક વાજીંત્ર પાવરી પર યુવા પેઢી ગરબે રમી આનંદ માણ્યો:

તમામ રસિકોને ગરબા રમવા ખુલ્લુ ભાવભર્યુ આમંત્રણ: ચંદર ગાંવિત:

દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ નિંબારપાડા ગામે બાંધકામ ખાતાના અધ્યક્ષ ચંદરભાઈ ગાવિત દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટે હજારોની સંખ્યામાં ગરબા રમનારા રસીકો ગરબા રમવા માટે દૂર દૂરના ગામડાઓમાંથી આકર્ષાઈને આવી રહ્યા છે. નવરાત્રીમાં આદિવાસી પારંપરિક વાજીંત્ર પાવરીના સુરના તાલે ખેલૈયાઓ ઝૂમી આનંદ માણ્યો.

નવરાત્રીના પાંચમાં દિને ગરબા રમવા માટે હજારોથી પણ વધુ ગરબા રસિકો ગરબે ઘૂમવા આવ્યા હતા. ત્યારે ગરબા રસીકોએ આરતી મહા પ્રસાદનો લાભ લઈ ગરબા રમવાની રમઝટ જમાવી હતી. જેમાં બાળકો વૃદ્ધો અને મોટાભાગે યુવા પેઢી ગરબે ઘૂમતી જોવા મળી રહી હતી. ડાંગ જિલ્લામાં નિંબારપાડા ગામ નવરાત્રીમાં ગરબા રમવા માટે પહેલી પસંદ બની રહી છે તેમ લાગી રહ્યું છે.

નવરાત્રીના આયોજનમાં બાંધકામના અધ્યક્ષ ચંદર ગાવિત, સરપંચ નગીન ગાવિત, ગામનાં પોલીસ પટેલ , કારોબારી સભ્ય, ચુંટાયેલા પ્રતિનિધિઓ અને ગામનાં સભ્યો દ્વારા મહત્વનો ફાળો અને શ્રમદાનથી આયોજનમાં કોઈ પણ જાતની કરકસર ન રહી જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે અને તમામ ગરબા રસીકોને રમવા માટે ખુલ્લુ આમંત્રણ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button