Crime
ભાઈ સાથે ઝઘડો થતાં બહેને ઝેરી દવા ગટગટાવી: થયું મોત

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ભાઈ સાથે ઝઘડો થતાં બહેને ઝેરી દવા ગટગટાવી: થયું મોત
પ્રદીપ ગાંગુર્ડે,સાપુતારા: ડાંગના આહવા તાલુકાના જાખાના ખાતે રહેતી મનિષા દિનેશભાઈ પવાર (ઉ.વ.૧૭)નો નાનાભાઈ સાથે ઝઘડો થતાં ભાઈએ ખરાબ ગાળો આપી હતી. જેથી મનીષાને માઠું લાગી આવતા ઘરમાં પડેલી ઉંદર મારવાની દવા ગટગટાવી લીધી હતી. મનિષાને આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે સારવાર દરમિયાન મૃત જાહેર કરી હતી. જે અંગેની ફરિયાદ પરિવારના સભ્ય દિનેશભાઈ સોન્યાભાઈ પવારે આહવા પોલીસમાં નોંધાવી હતી.