આહવાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ‘સપ્તધારા’ અંતર્ગત ગીત સંગીત નૃત્ય દ્વારા ભજન અને વર્ષા ગીતોની સ્પર્ધા યોજાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
આહવાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ‘સપ્તધારા’ અંતર્ગત ગીત સંગીત નૃત્ય દ્વારા ભજન અને વર્ષા ગીતોની સ્પર્ધા યોજાઇ:
દિનકર બંગાળ, વઘઈ: સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-આહવા ખાતે ગત તારીખ ૧૨મી સપ્ટેમ્બરના રોજ ‘સપ્તધારા’ અંતર્ગત ગીત સંગીત નૃત્ય દ્વારા ભજન સ્પર્ધા અને વર્ષા ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સંગીતના તજજ્ઞ શ્રીમતી જમનાબેન પવાર અને શ્રી ગૌરવભાઈ કટારે ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં નિર્ણાયકોએ વિદ્યાર્થીઓને સ્પર્ધાના નિયમોની માહિતી આપી હતી. જે બાદ નિયમોને ધ્યાનમાં લઇ વર્ષા ગીત અને ભજન સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓ ઘોષિત કરવામાં આવ્યા હતા. અહિં ભજન સ્પર્ધામાં ૧૩ અને વર્ષા ગીત સ્પર્ધામાં ૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
ભજન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક સુશ્રી ગાવીત પાર્વતી એમ., દ્વિતીય ક્રમાંક શ્રી જાદવ કૈલાશ અને તૃતીય ક્રમાંક સુશ્રી દેશમુખ કપિલાએ મેળવ્યો હતો. તેમજ વર્ષા ગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક સુશ્રી દેશમુખ કપિલા વી., દ્વિતીય ક્રમાંક શ્રી માહલા યુવરાજ એમ. અને તૃતીય ક્રમાંક સુશ્રી રાઉત સંગીતાએ મેળવ્યો હતો.
સમગ્ર સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડો. ઉત્તમભાઇ કે.ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક ડો.ભગીના એ.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમની આભાર વિધિ ગીત સંગીત નૃત્ય ધારાના સમિતિના સભ્યશ્રી પ્રાધ્યાપક શ્રી વિનોદભાઈ ગવળી દ્વારા કરવામાં આવી હતી.