Dang

ડાંગ જિલ્લામાં પ્રોજેક્ટ “રાણી લક્ષ્મીબાઈ” અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓને આત્મરક્ષા માટેની અપાઇ રહી છે તાલીમ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લામાં પ્રોજેક્ટ “રાણી લક્ષ્મીબાઈ” અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓને આત્મરક્ષા માટેની અપાઇ રહી છે તાલીમ:

રોમિયોગીરી કરનારા અસામાજિક તત્વો સામે કસાશે લગામ:

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: સશક્ત સમાજના નિર્માણ માટે અને સશક્ત મહિલા નિર્માણ માટે વરેલી ગુજરાત સરકારે મહિલાઓની ગરિમા સુરક્ષા જળવાય અને સમૃદ્ધિમાં વધારો થાય તેની નેમ સાથે ડાંગ જિલ્લામાં સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પ્રેરિત અને સમગ્ર શિક્ષા ડાંગ દ્વારા આયોજિત રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમ અંતર્ગત જિલ્લાની શાળાઓમાં ભણતી વિદ્યાર્થીનીઓને આત્મરક્ષા અંગેની તાલીમ તજજ્ઞો દ્વારા અપાઈ રહી છે.

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાની ૪૧ શાળાઓમાં સ્વરક્ષણની તાલીમ સ્પોર્ટ કરાટે એસોસિએશન ડાંગના સિનિયર કોચ વિજય આર. રાઉતના માર્ગદર્શન હેઠળ શાળાની વિદ્યાર્થીનીઓ તાલીમ લઈ રહી છે. તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડાંગ, જિલ્લા શિક્ષણ અધિકારી ડાંગ, જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર -ગર્લ્સ એજ્યુકેશન સમગ્ર શિક્ષા ડાંગના માર્ગદર્શન હેઠળ ઉત્તમ પ્રશિક્ષણની તાલીમના વર્ગો ચાલી રહ્યા છે.

સરકાર દ્વારા પ્રોજેક્ટ રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમ અંતર્ગત જિલ્લાના અનુભવી તજજ્ઞો મહાનુભવો પાસેથી શાળાની વિદ્યાર્થીનીઓ તાલીમ મેળવી આત્મરક્ષા માટે સક્ષમ બની રહી છે. શાળાએ જતા-આવતા રસ્તામાં રોમિયોગીરી કરનારા અસામાજિક તત્વો સામે પોતાની આત્મરક્ષા કેમ કરવી તેની તાલીમ હથિયારોના દાવપેજ ટેકનિક સાથે સ્પોર્ટ કરાટે એસોસિયેશન ડાંગના સિનિયર કોચ વિજય આર. રાઉત અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓને અપાઈ રહી છે આત્મરક્ષા પ્રશિક્ષણની ઉત્તમ તાલીમ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button