Crime

ડાંગ જિલ્લાના યુવકને ઇન્ડિગો એર લાઇન્સમાં સુપરવાઈઝરની નોકરીની લાલચે ૨૭ હજારથી વઘુ રકમ ગુમાવી અને સાયબર ફ્રોડનો શિકાર બન્યો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ જિલ્લાના યુવકને ઇન્ડિગો એર લાઇન્સમાં સુપરવાઈઝરની નોકરીની લાલચે ૨૭ હજારથી વઘુ રકમ ગુમાવી અને સાયબર ફ્રોડનો શિકાર બન્યો

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ડાંગ જિલ્લામાં વધુ એક વાર સાયબર ફ્રોડની ઘટના બનવા પામી છે. બોરીગાંવઠા ગામનો યુવક બેરોજગાર હોવાથી નોકરીની લાલચમાં આવી કુલ ૨૭,૭૫૦/- રૂપિયાનો સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે. જે અંગે સાઈબર ક્રાઇમ પોલિસ સ્ટેશન આહવા ડાંગ ખાતે યુવકે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી અને પોતાના જોડે થયેલ સાયબર ફ્રોડ બાબતે ન્યાયની ગુહાર લગાવી છે.

તા.૨૫/૧૧/૨૦૨૪ ના સવારે ૧૦ વાગ્યાના આસપાસ અજાણ્યા ઈસમે કોલ કરી જણાવેલ કે હું ઇન્ડિગો એર લાઇન્સ દિલ્હીથી વાત કરું છું. શું તમને જોબની જરૂર છે.? યુવકે હા પાડતા અજાણ્યા ઈસમે ઇન્ડિગો એર લાઇન્સમાં સુપરવાઈઝરની નોકરી અપાવી દઈશ. અને ઈસમે જણાવેલ કે નજીકના એરપોર્ટ પર જ નોકરી અપાવી દઈશું. યુવકે હા પડતા યુવકે સુરત એરપોર્ટ નજીક છે તેમ જણાવેલ જે લાલચે આવતા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ બોરીગાંવઠા ગામનો યુવક જોડે અલગ અલગ તારીખે કુલ ૨૭,૭૫૦/- રૂપિયાનો સાયબર ફ્રોડનો શિકાર બન્યો હતો. જેથી યુવકે સતર્કતા દાખવી સાઈબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરી પોતાના જોડે થયેલ ઘટના વિશે જણાવી ફરિયાદ કર હતી. જે સમગ્ર મામલે યુવકે અજાણ્યા ઈસમ વિરૂદ્ધ સાયબર ક્રાઇમ પોલિસ સ્ટેશન આહવા ડાંગ ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી. એન.એસ. અધિનિયમ હેઠળની કલમ ૩૧૮(૪) અને આઈ.ટી.એક્ટ અધિનિયમ હેઠળની કલમ ૬૬(d) નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button