South Gujarat
સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંગે રંગોળી દોરવામાં આવી

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંગે રંગોળી દોરવામાં આવી
દિનકર બંગાળ,વઘઈ: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આયોજિત મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે તારીખ ૪થી એપ્રિલના રોજ (SVEEP) કાર્યક્રમ અંતર્ગત સરકારી માધ્યમિક શાળા, આહવા ખાતે રંગોળી દોરવામાં આવી હતી.
જેમાં શાળાના ધોરણ-૯ અને ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓએ આ રંગોળી કાર્યમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અહી વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના સૂત્રો તેમજ જુદી જુદી થીમ આધારિત રંગોળીઓ દોરી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો.