જિલ્લામાં દિપદર્શન શાળાની વિધ્યાર્થીની પ્રાચી ટંડેલ SSC બોર્ડમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
જિલ્લામાં દિપદર્શન શાળાની વિધ્યાર્થીની પ્રાચી ટંડેલ SSC બોર્ડમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો
પ્રદીપ ગાંગુર્ડે,સાપુતારા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ એસ.એસ.સી પરીક્ષાનુ પરીણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં ડાંગ જિલ્લાનું એસ.એસ.સી.ની પરીક્ષાનુ ૮૫.૮૫ ટકા પરીણામ જાહેર થતાં, જિલ્લો રાજ્યમાં સાતમાં ક્રમે આવ્યો છે.
જિલ્લામાં ચાલુ વર્ષે જિલ્લામા A1 ગ્રેડમા ૪૦ વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમા ૩૦૯, B1 ગ્રેડમા ૪૭૧, B2 ગ્રેડમા ૬૬૬, C1 ગ્રેડમા ૬૮૨, C2 ગ્રેડમા ૨૬૧, D ગ્રેડમા ૧૦, E1 ગ્રેડમા ૩૨૭, E2 ગ્રેડમા ૭૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.
જેમાં દિપદર્શન શાળાની વિધ્યાર્થીની પ્રાચી ટંડેલે છ વિષયમાં કુલ ૫૮૬ ગુણ મેળવી ૯૯.૯૭ પર્શનટાઇલ રેંન્ક સાથે જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આહવા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક શ્રી પ્રજેશ ટંડેલ તેમજ આબાંપાડા પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી હેતલબેન ટંડેલની સુપુત્રીએ ડાંગ જિલ્લાનું ગૌરવ વધારતા જિલ્લા વહિવટી તંત્ર, શિક્ષણ વિભાગે અભિનંદન પાઠવ્યા હતા.
ઉલેખનીય છે કે, ડાંગ જિલ્લામાં વર્ષ ૨૦૨૪ મા કુલ નવ કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાઇ હતી જેમાં કુલ ૨૮૪૧ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાથી ૨૪૩૯ વિધાર્થીઓ પાસ થયા હતા.