Dang

ડાંગ જિ.પ્રા.શિ.સંઘના નવા ચુંટાયેલા પ્રતિનિધિઓએ અધિકારીઓ પદાધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિ.પ્રા.શિ.સંઘના નવા ચુંટાયેલા પ્રતિનિધિઓએ અધિકારીઓ પદાધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત

મુલાકાત દરમિયાન શિક્ષકોના વિવિઘ પ્રશ્નો બાબતે રજૂઆત કરી ઉકેલ લાવવા ચર્ચા કરી

દિનકર બંગાળ, વઘઈ: ગતરોજ ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નવા ચૂંટાયેલા પ્રમુખ સુરેન્દ્રભાઈ ગાવિત, મહામંત્રી ચિંતનકુમાર પટેલ, ખજાનચી દલપતભાઈ પટેલ, આંતરિક અન્વેષકો સુનીલભાઈ ચૌધરી અને વિજયભાઈ પટેલે જિલ્લાનાં અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

હંમેશા બાળકોનું શિક્ષણ અને શિક્ષકોના પ્રશ્નોની ચિંતા કરતું સંગઠનના હોદ્દેદારોએ મુલાકાત દરમિયાન શિક્ષણ અને શિક્ષકોના વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી અને પ્રશ્નોના ઉકેલ બાબતે અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. વિવિધ પ્રશ્નો જેવાકે બદલી કેમ્પમાં પારદર્શિતા અને ઝડપથી હૂકમ આપવા, પગાર ગ્રાન્ટ ફાળવણી સમયસર કરવી, પગાર માંગણા પત્રક સમયસર મોકલવા, ઉ.પ.ધો.દરખાસ્ત બાબત, બાકી GPF સ્લીપ લઈ જવા માટે સૂચના, ઈનકમ ટેક્સ નોટિસ બાબત, BLO ની કામગીરી બાબત, treasury માંથી પગાર ચલણ કાર્યવાહી સમયસર કરવા બાબત, શિક્ષકોનાં પગાર ખાતામાં ઝડપથી જમા થાય તે માટે BOB મેનેજર સાથે ચર્ચા, તાલીમના પ્રશ્નો વગેરે તમામ પ્રશ્નો માટે પ્રયત્નશીલ રહી ઉકેલ લાવવામાં આવશે એવી ચર્ચા કરવામાં આવી હતી.

ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ એક મજબૂત સંગઠનને અનુશાસન સહિત વઘુ મજબૂત બનાવવા માટે અનેક પ્રયત્નો હાથ ધર્યા છે. નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભવિષ્યમાં પણ શિક્ષકોના સહયોગથી પડતર પ્રશ્નો તથા શિક્ષકોનો પ્રાણ પ્રશ્ન ‘જૂની પેન્શન યોજના’ અમલમાં લાવવા લડત આપવા માટે કટિબદ્ધ છીએ એવું જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button