ડાંગ જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગના કુલ ૧૦૮.૩૫ કરોડના કામોનુ કરાયુ ખાતમુહૂર્ત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગના કુલ ૧૦૮.૩૫ કરોડના કામોનુ કરાયુ ખાતમુહૂર્ત:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના આંબાપાડા ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને, જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગ દ્વારા, જિલ્લામા નિર્માણ પામનાર રસ્તા, પુલ, કોઝ વે/પુલ રિપેરીંગના કુલ રૂપિયા ૧૦૮.૩૫ કરોડના, કુલ ૩૭ કામોનુ ખાતમુહૂર્ત કરાયુ.
જેમા ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામા એમ.એમ.જી.વાય વર્ષ ૨૦૨૩/૨૪ યોજના હેઠળ, રોડ રીસરફેસિંગની કામગીરી/સ્ટ્રકચર રિપેરિંગની કામગીરી/નવા પુલની કામગીરી જેવા ૧૫ કામો માટે રૂપિયા ૨૫૨૦ લાખનો ખર્ચ, બજેટ ઉચ્ચક જોગવાઇ ૨૦૨૩/૨૪ યોજના હેઠળ સ્ટ્રકચર રિપેરિંગ/નવા સ્ટ્રકચર રિપેરિંગ/રોડ રીસરફેસિંગની કામગીરીના કુલ ૧૭ કામો માટે રૂપિયા ૮૦૨૦ લાખનો ખર્ચ, તેમજ માર્ગ મરામત રીસરફેસિંગની કામગીરીના કુલ ૫ કામો માટે રૂપિયા ૨૯૫ લાખનો ખર્ચ મળી, કુલ ૩૭ કામો માટે રૂપિયા ૧૦૮.૩૫ કરોડના કામોનુ ખાતમહૂર્ત કરવામા આવ્યુ હતુ.
આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી ચંદરભાઇ ગાવિત, માજી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, જિલ્લા સદસ્ય શ્રી લાલભાઇ ગાવિત, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, ઉપપ્રમુખ શ્રીમતી સવિતાબેન, ચિચિનાગાવઠાના સરપંચ શ્રી સંકેતભાઇ બંગાળ, ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઇ ગાવિત, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાસ ગાઇન, સહિત પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, પંચાયત કાર્યપાલક ઇજનેર શ્રી આર.બી.ચૌધરી, વઘઇ મામલતદાર શ્રી એમ.આર.પટેલ, સહિતના અધિકારી, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.