Breaking News
સુરક્ષા સેતુ સોસાયટી નર્મદા દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત રાઇફલ શુટીંગ કેમ્પ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સુરક્ષા સેતુ સોસાયટી નર્મદા દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત રાઇફલ શુટીંગ કેમ્પ યોજાયો;
જીતનગર NCC ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કેમ્પમાં ૨૧૦ જેટલી બહેનોએ ભાગ લીધો;
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેની માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.પટેલની રાહબરીમાં સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત રાઇફલ શુટીંગ કેમ્પ યોજાયો હતો. જીતનગર ખાતે આવેલા NCC ગ્રાઉન્ડમાં યોજાયેલા શુટીંગ કેમ્પમાં જિલ્લાની ૨૧૦ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. આ તમામ બહેનોને રાઇફલ શુટીંગ કેમ્પમાં પોઇન્ટ ૨-૨ ના ૧૧૦૦ રાઉન્ડ થકી રાયફલ શુટીંગની તાલીમ આપવામાં આવી હતી.
રિપોર્ટર: સર્જનકુમાર વસાવા નર્મદા