આત્મહત્યા કરવા જતી એક બહેનને આજરોજ 181 ટીમ ડાંગ દ્વારા બચાવી લેવાયા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ
આત્મહત્યા કરવા જતી બહેનને આજરોજ 181 ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા.
ડાંગ: આજરોજ થર્ડ પાર્ટી કોલર દ્વારા 181 મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ તેમના જણાવ્યા મુજબ આહવા તળાવ પાસે એક બહેન ત્રણ નાના બાળકો સાથે આત્મહત્યા કરવા જઈ રહેલ છે, જેની મદદ માટે 181 વાનની જરૂર હોય ત્યાં જઈ તેમજ તેમના બાળકો સાથે બેન ને મળતા જાણવા મળેલ કે તેમના પતિ નું અન્ય સ્ત્રી સાથેના સંબંધ હોય તેમ જ તેમને ત્રણ દીકરીઓ છે જે બાબતને લઈને પતિ બેનને હેરાન કરે છે સીતાબેન (નામ બદલેલ છે) ના જણાવ્યા મુજબ પતિ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપે છે તેઓને ત્યાં અમે સમજાવી હવે ફરીવાર આવું નહીં કરે તે માટેની સમજુતી આપેલ છે તેમજ લાંબા ગાળાના કાઉન્સિલિંગ માટે હાલમાં તેઓને સખી વન સ્ટોપ સેન્ટર આહવા ખાતે રિફર કરેલ છે.
પત્રકાર: રામુભાઈ માહલા , બ્યુરો ચીફ ડાંગ