South Gujarat

કાલિબેલ ફોરેસ્ટ રેન્જ દ્વારા ભિગુ ધોધ પાસેની તમામ દુકાનો તોડી પાડતા વિવાદ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

કાલિબેલ ફોરેસ્ટ રેન્જ દ્વારા ભિગુ ધોધ પાસેની તમામ દુકાનો તોડી પાડતા વિવાદ:

ડાંગ જિલ્લામાં કાલિબેલ ફોરેસ્ટ રેન્જ ઓફિસ દ્વારા આદિવાસીઓ પર દબંગગીરી વાળી નીતિ, ભિગુ ધોધ પાસેની તમામ દુકાનો તોડી પડતા સ્થાનિકોમાં જન આક્રોશ જોવા મળી રહયો છે.

પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી આહલાદક વાતાવરણ તેમજ જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળોએ દૂર દૂર થી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમડી પડતા હોય છે. જેથી સ્થાનિક આદિવાસીઓને રોજગારીની તકો ઉભી થતી હોય છે. રોજગારીની તકો ઉભી થતાં સ્થાનિકો એક બે મહિના હીજરત નહિ કરતાં ગામમાં જ રોજગારી મેળવી લેતાં હોય છે, આ ગરીબ આદિવાસીઓનાં ચૂલા નાના ધંધાઓ દ્વારા સળગતા હોય છે.

પરંતુ ગરીબ આદિવાસીઓનાં ચુલામાં પાણી રેડવાનું કામ કાલીબેલ ફોરેસ્ટ રેન્જ ઓફિસ, કોષમાળ ગામના સંરપચ અને પાંડરમાળ ગામનાં ઉપસરપંચ દ્વારા કરવામાં આવ્યું હોય તેમ જાણવા મળ્યું છે.

મળતી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ કોશમાળ ગામનો ભિગુ ધોધનો નજારો વરસાદી માહોલ વચ્ચે મનમોહક બનતો હોય અને પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે. પ્રવાસીઓની ભીડ વધારે હોવાથી સ્થાનિક આદિવાસીઓ રોજગારી માટે નાની કાચી દુકાનો ઉભી કરીને પોતાના પરિવારનુ ગુજરાન ચાલાવવા સખત પ્રયાસો કરતા હોય. પરંતુ કાલીબેલ રેન્જના આર.એફ.ઓ સહિત રેન્જના કર્મચારીઓ સાથે સંરપચ અને ઉપસંરપચ મળીને ભિગુ ધોધ પાસેની આદિવાસીઓની કાચી દુકાનો તોડી નાખી છે. તેવા ગરીબ આદિવાસીઓ સાથે અન્યાય થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જવાબદાર અધિકારીઓની અને વહીવટીતંત્રની ડાંગના જળ જંગલ અને જમીનના માલિક અને રખેવાળ એવાં ગરીબ આદિવાસીઓ ઉપર દબંગગીરી સાખી નહિ લેવાય તેવાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button