South Gujarat

ડાંગ જિલ્લામાં DGVCL વિભાગે RTI નિયમોનું કર્યું ઉલ્લંઘન મનસ્વી જવાબોનાં લીધે અરજદારે બીજી અપીલ કરી: મામલો ગરમાયો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લામાં DGVCL વિભાગે RTI નિયમોનું કર્યું ઉલ્લંઘન મનસ્વી જવાબોનાં લીધે અરજદારે બીજી અપીલ કરી: મામલો ગરમાયો

પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ સાપુતારા DGVCL પેટા વિભાગમાં માહિતી મેળવવાની અરજી તા.૧૬/૦૨/૨૦૨૪ ના રોજ, મુદ્દા નંબર ૧ થી ૩ મુજબની જાગૃત નાગરીકે કરી હતી. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ અરજદારે નિયમો પ્રમાણે અરજી કરી છતાં આરટીઆઇના નિયમોનું નાયબ ઇજનેર દ્વારા ઉલ્લંઘન કરી, માહિતી આપી ન હોવાથી નાયબ ઇજનેર સાપુતારા દ્વારા નિયમ – ૪(૧) મુજબ જવાબ આપ્યો હતો. તે જવાબ અરજદારને અસંતોષકારક લગતા તેમણે પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરી હતી.

પ્રથમ અપીલની સુનાવણી વખતે પણ અરજદારને પ્રથમ અપીલ અધિકારીએ જણાવ્યું હતું કે અરજદાર ત્રીજો પક્ષકાર હોવાથી માહિતી મળશે નહિ. જે સંતોષકારક જવાબ ન લગતા અરજદાર નારાજ થઈને આયોગમાં બિજી અપીલ કરી છે. જિલ્લામાં ભ્રષ્ટાચાર કરતાં અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

અરજદાર આરોપ લગાવી રહ્યો છે કે, માહિતી ન આપતા લાગે છે કે ખરેખર મોટો ભ્રષ્ટાચાર થયો હોય, તેમ જણાઈ રહ્યું છે અને માહિતી છુપાવવામાં આવે છે અને ગોળ ગોળ અધિકારીઓ જવાબો આપી રહ્યા છે.

અરજદારને માહિતી આયોગ ગાંધીનગર ખાતે બીજી અપીલ અરજી કરતાં જિલ્લામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ભ્રષ્ટ અધિકારીઓમાં દહેશતનો માહોલ સર્જાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button