આવનાર ચૂંટણીઓની તાડમાર તૈયારી: સાંજે રાજકીય પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઇવીએમ મશીનોની ચકાસણી:
વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થતાં જ રાજકીય પક્ષોને સાથે વહીવટી તંત્ર પણ એકશનમાં આવી ગયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
આવનાર ચૂંટણીઓની તાડમાર તૈયારી: સાંજે રાજકીય પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઇવીએમ મશીનોની ચકાસણી યોજાશે:
વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થતાં જ રાજકીય પક્ષોને સાથે વહીવટી તંત્ર પણ એકશનમાં આવી ગયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ હવે ચૂંટણી સંદર્ભેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેમાં આજે સાંજના માધાપર ઇવીએમ વેરહાઉસ ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઇવીએમ મશીનોની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત આગામી તા. 2નાં અધિકારીઓનો તાલીમ વર્ગ પણ આયોજીત કરવામાં આવેલ છે તેમજ રાજકોટ સહિત રાજ્યનાં તમામ જિલ્લા કલેક્ટરોને પણ આગામી ટૂંક સમયમાં જ ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન પુરુ પાડવામાં આવનાર છે. કલેક્ટર અરુણ મહેશ બાબુએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, ઇવીએમ વેરહાઉસમાં તમામ વિધાનસભા વિસ્તારોનાં ઇવીએમ સુરક્ષિત રીતે રાખવામાં આવેલ છે. વહીવટી અધિકારીઓ દ્વારા તેની સમયાંતરે ચકાસણી કરવામાં આવી રહી છે. આજે સાંજે પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં તમામ ઇવીએમ મશીનોની ચકાસણી હાથ ધરવામાં આવશે. તેમજ વિધાનસભાની ચૂંટણી સંદર્ભે આગામી તા. 2નાં અધિકારીઓનો ખાસ તાલીમ વર્ગ પણ આયોજીત કરાશે. જિલ્લા કલેક્ટરોને પણ ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આગામી વિધાનસભાની ચૂંટણી નિષ્પક્ષ, ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે વહીવટી તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા આ અંગેની તૈયારીઓ આરંભી દેવામાં આવેલ છે.