ભારતના પાડોશી નેપાળ જે દેશનો ઇતિહાસ રસપ્રદ છે, અને અમુક બાબતો ગૌરવવંતી છે, :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
દરેક દેશનો પોતાનો એક રસપ્રદ ઇતિહાસ હોય છે, આપણે આજે વાત કરીશુ ભારતના પાડોશી નેપાળ દેશની જે દેશનો ઇતિહાસ રસપ્રદ છે, અને અમુક બાબતો ગૌરવવંતી છે,
નેપાળ દેશ એટલે Federal Democratic Republic of Nepal નેપાળ ભારત અને ચીન થી ઘેરાયેલો દેશ છે. આખા વિશ્વનું સૌથી ઉંચું શિખર માઉન્ટ એવરેસ્ટ (સગરમાથા) નેપાળમાં આવેલું છે. તેથી નેપાળને વિશ્વની છત પણ કહેવામાં આવે છે, ઇ.સ. ૨૦૦૮ સુધી નેપાળ જગતનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતું. એના નાના માપ પ્રમાણે ઘણું બહુભાષિક અને બહુસાંસ્કૃતિક છે. નેપાલની રાજધાની કાઠમંડુ છે. અહી હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં માનનારા લોકો ની સૌથી વધારે જનસંખ્યા છે. અહી નેપાળમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર સમ્રાટ અશોકથી થયો. નેપાળમાં ગૌતમ બુદ્ધનો જન્મ લુમ્બિનીમાં માયાદેવી મંદિર પાસે થયો હતો. સીતાજીનું જન્મસ્થાન મિથિલા નેપાળમાં જ આવેલુ છે. નેપાળના લોકોની નેપાળી તરીકેની ઓળખ કરવામાં આવે છે, અહીની અધિકૃત ભાષા નેપાળી છે,( જેને ગુરખાલિ અથવા ખસકુરા પણ કહેવાય છે,) અને અનેક સ્થાનીય લોક્બોલીઓ પણ બોલાય છે, નેપાળના બંધારણ મુજબ, તમામ રાષ્ટ્રીય ભાષાઓનો ઉપયોગ સત્તાવાર ભાષાઓ તરીકે કરી શકાય છે. નેપાળમાં 100 થી વધુ માન્ય ભાષાઓ છે,
ખાસિયતો : નેપાળ ભલે ગરીબ અને નાનો દેશ હોય પણ નેપાળીઓ માટે સંન્માન લેવાં યોગ્ય વાત છે કે હજુ કોઈનો ગુલામ નથી બન્યો, માટે જ તો તેઓ સ્વતંત્રય દિવસ ઉજવવો પડતો નથી,
પાણી ભેગું કરવામાં નેપાળ સમગ્ર દુનિયામાં બીજા નંબર પર છે. નેપાળમાં દરેક ગામમાં પાણી સંગ્રહ કરવામાં આવે છે.
દુનિયામાં જીવિત દેવીની પૂજા કરતો નેપાળ એકમાત્ર દેશ છે. જ્યાં આ દેવીઓને કુમારી(શાબ્દિક અર્થ – કુંવારી/ વર્જિન ) કહેવામાં આવે છે અને દેવી ‘તલેજુ’નો અવતાર માનવામાં આવે છે.
નેપાળમાં દુનીયાનુ સૌથી ઊંચું તળાવ “તીલીચો” આવેલું છે,
સમગ્ર વિશ્વનું સૌથી ઊંચું ઘાસ નેપાળમાં ઉગે છે,
નેપાળના કુલ લોકો માંથી ૫૦% લોકોએ હુજુ કયારેય દારૂ પીધો નથી,
ધર્મની દ્રષ્ટીએ નેપાળની વસ્તી:
- 81.3% હિંદુ ધર્મ
- 9% બૌદ્ધ ધર્મ
- 4.4% ઇસ્લામ
- 3.1% કિરાત
- 1.4% ખ્રિસ્તી
- 0.5% પ્રકૃત્તિ પૂજક
- વિસ્તાર:
• કુલ 1,47,516 km2 (56,956 sq mi) (૯૩મો)• જળ (%) 2.8
- વસ્તી: 2016 મુજબ અંદાજીત
28,982,771 વૃદ્ધિ પામતો ક્રમ (૪૯મો)
• ૨૦૧૧ વસ્તી ગણતરી મુજબ 26,494,504 હતી, -
ગીચતા ની દ્રષ્ટીએ નેપાળ 180/km2 (466.2/sq mi) ૫૦મો ક્રમ ધરાવે છે.
-
નેપાળ દેશ નુ સૂત્ર: जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी એટલે કે “જનની અને જન્મભૂમી સ્વર્ગથી મહાન છે.”અર્થતંત્ર : નેપાળમાં પર્યટન અને ઊર્જા ઉત્પાદનની ક્ષમતા હોવા છતાં, નેપાળ વિશ્વના સૌથી ગરીબ દેશોમાં ગણના થાય છે.
કૃષિ 75 ટકાથી વધુ વસ્તીને રોજગારી આપે છે અને જીડીપીના 38 ટકા ઉત્પાદન કરે છે. મુખ્ય પાક ચોખા, ઘઉં, મકાઇ અને શેરડી છે. નેપાળમાં વસ્ત્રો, કાર્પેટ અને હાઈડ્રોઈલેક્ટ્રિક પાવરની નિકાસ થાય છે.
સરકાર : 2008 ના અનુસાર, નેપાળનું ભૂતપૂર્વ કિંગડમ એક પ્રતિનિધિ લોકશાહી છે.
નેપાળના પ્રમુખ દેશના વડા તરીકે સેવા આપે છે, જ્યારે વડા પ્રધાન સરકારના વડા છે. કેબિનેટ અથવા પ્રધાનોની કાઉન્સિલ વહીવટી શાખા ભરે છે.
નેપાળમાં 601 બેઠકો સાથે એક બંધારણીય વિધાનસભા, સંવિધાન ધારાસભા છે. 240 સભ્યો સીધા ચૂંટાયા છે; 335 બેઠકો પ્રમાણસર પ્રતિનિધિત્વ દ્વારા આપવામાં આવે છે; 26 કેબિનેટ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે.
સરોબોઢ અડાલા (સુપ્રીમ કોર્ટ) સર્વોચ્ચ અદાલત છે.
વર્તમાન પ્રમુખ રામ બરાન યાદવ છે; ભૂતપૂર્વ માઓવાદી બળવાખોર નેતા પુષ્પા કમલ દાહલ (ઉર્ફ પ્રાંડા) એ વડાપ્રધાન છે.
નેપાળી એરલાઈન્સ કંપનીઓએ પર્યટકોને આ ખાસ અનુભવ કરાવવા માટે ‘માઉન્ટેઈન ફ્લાઈટ’ નામની વિશેષ સેવા શરૂ કરેલી છે. સમુદ્ર સપાટીથી 1350 મીટરની ઉંચાઈ પર વસેલા કાઠમંડુથી ટેકઓફ કરતા પ્લેન યાત્રીઓને 8500 મીટરની ઊંચાઈ પર લઈ જાય છે. આ દરમિયાન માર્ગમાં વચ્ચે જોવા મળતી એક ડઝનથી પણ વધુ પર્વત શીખરોનો નજારો પણ જોવા મળે છે. નેપાળમાં લગભગ દરેક જગ્યાએ કુદરતી સુંદરતાની વચ્ચે દેવી-દેવતાઓએ પોતાની જગ્યા શોધી કાઢી છે. ઊંચા શીખર પર સ્થિત મનોકામના મંદિર હોય કે પછી કાઠમંડૂ ઘાટીનુ પશુપતિનાથ મંદિર. આ પર્યટકોને દેવી-દેવતાના દર્શનની સાથે સાથે કુદરતી સુંદરતાનો પણ પૂરો લ્હાવો માણવાની તક આપે છે. ટ્રેકિંગ અને પેરાગ્લાઈડિંગનો શોખ ધરાવતા લોકો માટે પોખરા બેસ્ટ છે, ઉપર પહાડ અને નીચે સરોવર અને જંગલોના રૂપમાં કુદરત નેપાળ પર જે રીતે મહેરબાન થઈ છે તે ખરેખર જોવા જેવી છે. કાઠમાંડૂથી પોખરા (લગભગ 200 કિલોમીટર) અને પોખરાથી ચિતવનની યાત્રા દરમિયાન આખા રસ્તે જોવા મળતો નજારો મનભરીને માણવા જેવો છે, જનકપુરના જાનકી મંદિર અને લુંબિનીના બોદ્ધ મઠોની આસપાસની કુદરતી સુંદરતા જોવાલાયક હોય છે. નેપાળીઓને પોતાના ચિતવન નેશનલ પાર્ક પર પણ ગર્વ છે. 932 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલા આ પાર્કમાં પર્યટકો ને દુર્લભ જાનવરો જોવા મળે છે.